બંધના એલાનને સહયોગ આપવા કોંગી આગેવાનોની અપીલ

આગામી તા.10 સપ્ટેમ્બર 2022 શનિવાર ના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સાંકેતિક બંધના અપાયેલ એલાનને સહયોગ આપવા ત્રિવેદી, અજુડિયા, સોરાણી, વાઘેલા, વસાવડા, ડાંગર, રાજપૂત, ભટ્ટી અને મકવાણાએ અપિલ કરી છે.

છેલ્લાં આઠ વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજા વિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ,ગોળ,દૂધ,દહીં,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર ૠજઝ ના કારણે તેના ભાવમાં વધારો થવાથી અને પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના  ભાવ વધારાને કારણે પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે.

અત્યંત અસંવેદન શીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ભાજપ સરકારની  અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને પણ નષ્ટ કરી રહી છે. કોંગ્રેસ પક્ષ સતત છેલ્લાં કેટલાંય સમયથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે.

ત્યારે ત્રિવેદી, અજુડિયા, સોરાણી, વાઘેલા, વસાવડા, ડાંગર, રાજપૂત, ભટ્ટી અને મકવાણા એ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે સરકારની પ્રજા વિરોધી નીતિ સામે આગામી તા.10 સપ્ટેમ્બર 2022 ના શનિવાર ના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સાંકેતિક બંધના એલાન આપવા આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરની તમામ વ્યાપારી સસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, તમામ દુકાનદારો, મેડીકલ એસોસિએશનો અને રાજકોટની જનતા એ ગુજરાત સાંકેતિક બંધમાં સહયોગ આપી વર્તમાન પરિસ્થિતિ માં પરિવર્તનની જરૂરિયાતને સમર્થન આપવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.