• શિશપાલના અઘ્યક્ષ સ્થાને શનિ-રવિ બે દિવસ સત્સંગ ધ્યાન શીબીર
  • અબતકની શુભેચ્છા મુલાકાતે ગુજરાત યોગ બોર્ડના સભ્યોએ આપી વિગત
  • ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનની અઘ્યક્ષતામાં યોગીઓ માટેનો તહેવાર  એવો કે યોગ દિવસ જે ર1 જુનના રોજ મનાવવામાં આવે છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે વંદનબેન રાજાણીએ જણાવ્યું હતું કે આ તહેવારની પૂર્વ તૈયારી નિમિતે ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી 1પ અને 16 જુન 2024ના રાજકોટ પધારી રહ્યા ે. તા. 15-6-24 ના રોજ આત્મીય કોલેજના ઓડીટોરીયમ હોલ-1 ખાતે સત્સંગ ઘ્યાન શીબીર તથા તા. 16-6-24 ના સમય સાંજે 4 થી 6.30 રોજ સવારે 5.30 થી 7.30 સુધી વિશ્ર્વયોગ દિવસ પ્રોટોકોટલ શિબિરનું આયોજન કરેલ છે. તે ઉપરાંત જેલના બંદીવાન ભાઇ-બહેન પણ સ્વસ્થ રહે તે હેતુથી 16-6-24 ના રોજ સવારે 8 કલાકે રાજકોટ સેન્ટલ જેલની પણ મુલાકાત લેવાના છે.

જયાં છેલ્લા 100 દિવસથી યોગ શિબિરનો કાર્યક્રમ બંદીવાન ભાઇઓ-બહેનો માટે ચાલુ છે.

આ કાર્યક્રમમાં 1પ અને 16 તારીખની આત્મીય કોલેજ ખાતેની શિબિરનો લાભ લેવા સર્વ રાજકોટની સર્વ નગરજનોને ગુજરાત રાજય યોગ બોર્ડ અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં ડીઝીટલ સર્ટીફીકેટ ટીશર્ટ અને અલ્પાહારની વ્યવસ્થા છે.

સૌરાષ્ટ્ર ઝોન કો ઓર્ડીનેટર અનીલભાઇ ત્રિવેદી, જીલ્લા કો. ઓર્ડીનેટર દિપકભાઇ તળાવીયા, મનપા વેસ્ટ ઝોન કો. ઓર્ડીનેટર ગીતાબેન સોજીત્રા અને મનપા ઇસ્ટ ઝોન કો. ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી તથા યોગ બોર્ડ રાજકોટની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.અબતક ની શુભેચ્છા મુલાકાતે ગીતાબેન સોજીત્રા, વંદનાબેન રાજાણી, નીતીનભાઇ કેશરીયા, ધીરુભાઇ ઠુંમર, હિતેશભાઇ કાચા, રશ્મીબેન કાચા, નીતીનભાઇ પંડયા, કિજલ નાર, દર્શના આહયા, કિંજલબેન ધેટીયા, તેમજ શીલ્પાબેન ગામઢા ઉ5સ્થિત રહ્યા હતાફ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.