- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલજી આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા.
- પ્રાથમિક સભ્ય બનાવાના પ્રારંભથી અત્યારસુધીમાં અંદાજે 45 દિવસમા એક કરોડ 8 લાખ પ્રાથમિક સભ્યો બન્યા છે. – ગોરઘન ઝડફિયા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમા જણાવે છે કે, દેશભરમા ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને પ્રાથમિક સભ્ય બન્યા પછી હવે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બનવાનો પ્રારંભ આજથી શરૂ થયો છે. ત્યારે આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તરીકેનું ફોર્મ ભર્યુ હતું.
આ કાર્યક્રમ સંદર્ભે પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરઘન ઝડફીયાજીએ પ્રેસ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી સક્રિય સભ્ય બનાવા અંગેનું ફોર્મ ભર્યુ. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ સક્રિય સભ્ય તરીકે ફોર્મ ટુંક દિવસમા ભરાવવામા આવશે. સમગ્ર ગુજરાતમા સંગઠનના પદાધીકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના જે કાર્યકર્તાઓએ તેમની લીંક માંથી 100 પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે. તેમને સક્રિય સભ્ય બનાવવાનો પ્રારંભ આજથી થયો છે. તારીખ 31 ઓક્ટોમ્બર સુધી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન સાથે સક્રિય સભ્ય બનાવવામાં આવશે.
ગોરઘનએ પ્રાથમિક સભ્ય અંગેની વિસ્તૃત માહિતી આપતા વધુમા જણાવ્યું કે, અંદાજે 45 દિવસમા એક કરોડ 8 લાખ પ્રાથમિક સભ્ય નોંધાયા છે. પ્રાથમિક સભ્ય બનાવવા અંગે સભ્યોની ઉમંર,વિધાનસભા,મોબાઇલ નંબર,એડ્રેસ સાથેની આખી વિગત એકત્ર કરી છે. જે કાર્યર્કતાએ 100 સભ્યો બનાવ્યા હશે. તેમજ પાર્ટીમા ભવિષ્યમા સારી રીતે કામ કરનાર અને પાર્ટીમા સક્રિયતાથી કામ કરતા કાર્યકર્તાઓ માટે સક્રિય સભ્ય બનાવવાનુ કામ આજથી શરૂ થયુ છે.
આ કાર્યક્રમમાં પ્રદેશના પ્રાથમિક સદસ્યતાના ઇન્ચાર્જ કે.સી.પટેલ, સક્રિય સદસ્યતાના સહયોગી ભરત પંડયા, અમદાવાદના પુર્વ મેયર બીજલ પટેલ, પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.