ચાલુ માસાંતે અંતિમ નિર્ણય લેવાઈ જશે કંપની પાસે અન્ય વિકલ્પ પણ છે
ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશન (જીએસપીસી) પોતાનું ૧૬૫૦૦ કરોડ રૂપિયાનું દેણુ ચૂકવવા ગેસના કૂવા વેચશે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દેવાનો બોજ ઉતારવા માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશને કે.જી. બેસીન (ગેસ બ્લોક)નો હિસ્સો ઓ.એન.જી.સી. (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ)ને વેચ્યો જ હતો હવે દેવાનો બોજ ઉતારવા જીએસપીસી આ બીજા તબકકામાં ગેસના કૂવાનું વેચાણ કરશે. કંપની સુત્રોનાં જણાવ્યા મુજબ ૧૬૫૦૦ કરોડનું દેણુ ચૂકવવા ગેસના કૂવા વેચવાનો વિકલ્પ વિચારાઈ રહ્યો છે.
આ વખતે જીએસપીસી ક્રિશ્ના ગોદાવરી (કે.જી) બેસિન ગેસ બ્લોક વેચશે. આ વખતે પણ ઓએનજીસી સાથે જ સોદો કરશે. ફાઈનાન્સીયલ ક્ધસલ્ટન્ટસની સલાહ અનુસાર રાજય સરકાર હસ્તકની કંપની વિકલ્પો ચકાસી રહી છે. આ સિવાય કંપની પાસે લોંગ ટર્મ સોફટ લોનનો પણ વિકલ્પ છે. ચાલુ માસાંતે નિર્ણય લેવાઈ જશે. ટૂંકમાં જીએસપીસી રીસ્ટ્રકચરિંગ પ્લાન વિચારી રહી છે.