ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની કારોબારી સભા વિરપુર (જલારામ) મુકામે યોજવામાં આવેલ જે અંગેનું આયોજન રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી.ડઢાણીયા દ્વારા કરવામાં આવેલ.
આ સભામાં આરોગ્ય કર્મચારીના પડતર પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને હડતાલ દરમ્યાન કર્મચારીના ૧૩ (પ્રશ્ર્નો) અંગે સરકારમાં રજૂઆત તથા થયેલ કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવેલ અને હવે ટૂંક સમયમાં પ્રશ્ર્નો કઈ જગ્યાએ અને ક્યાં બાકી છે તેની મહાસંઘના હોદ્દેદારો દ્વારા તાત્કાલીક ફોલોઅપ કરવાની ખાતરી આપેલ અને ટૂંક સમયમાં મહાસંઘના હોદ્દેદારો દ્વારા પ્રશ્ર્નો અંગે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત વિભાગમાં મળીને ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે એમ મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાના મંડળના પ્રમુખ મહામંત્રી તથા ક્ધવીનર અને કારોબારીના સભ્ય હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના હોદ્દેદારો અધેરાભાઈ, પી.ટી.સાવલીયા, નાગેશ્રીભાઈ, કારોટીયાભાઈ, મારૂભાઈ, કરણભાઈ, લખતરીયાભાઈ, નીતાબેન કુમારખાણીયા, કિરણબેન ઓઝા, ફરીદાબેન તથા આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મહાસંઘના હોદ્દેદારો પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વી.પી.જાડેજા, મુખ્ય ક્ધવીનર સુરેશભાઈ ગામીત, ઉપપ્રમુખ એન.પી.ડઢાણીયા, બાબુભાઈ પટેલ, ભારતીબેન તથા ગુજરાત લેબોરેટરી ટેકનીશ્યનના પ્રમુખ મહેતાભાઈ તા જુદા જુદા હોદ્દેદારો હાજર રહેલ.
આ કાર્યક્રમનું આયોજન તથા સ્વાગત પ્રવચન રાજકોટ આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એન.પી.ડઢાણીયા દ્વારા કરવામાં આવેલ હતું અને આભારવિધિ રાજકોટ જિલ્લા પંચાયત શરાફી મંડળીના પ્રમુખ આર.ડી.ગોહીલ દ્વારા કરવામાં આવ્યું હતું