ધારાસભ્ય લલિત વસોયા, મામલતદાર જી.એમ.મહાવદીયા, પી.આઈ રાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ઉપલેટામાં તમામ કોરોના વોરિયર્સનું ગુજરાત રાજય સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર માસથી દેશભરમાં કોરોનાની મહામારીને કારણે શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનો દ્વારા લોક ઉપયોગી કાર્ય કરતા તેઓની નોથ ગુજરાત રાજય સમસ્ત બ્રહ્મ સમાજ લઈ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, મામલતદાર જી.એમ.મહાવદીયા, પી.આઈ રાણા, અબતકના બ્યુરો ચીફ ભરતભાઈ રાણપરીયા, કિરીટભાઈ રાણપરીયા, નગર શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા સહિત વિવિધ સંસ્થાના આગેવાનોનું સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટાનાં પ્રમુખ પ્રદિપભાઈ જોષી, પરશુરામ સેનાના કમલેશભાઈ વ્યાસ, ગૌતમભાઈ વ્યાસ સહિતના આગેવાનોના હસ્તે સન્માન કરાયું હતું.