રાજયભરમાંથી ૧૫૦થી વધુ તરવૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો
રાજકોટ ડિસ્ટ્રીક સ્વીમીંગ એસોસીએશન અને રાજકોટ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી રાજકોટ ખાતે ૫૯મો ગુજરાત સ્ટેટ એકવેટિક ચેમ્પ્યિનશીપ-૨૦૧૭નો આજથી શુભારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં રાજયના અનેક શહેરોમાંથી તરવૈયાઓએ ભાગ લીધો છે.રાજકોટના રેસકોર્ષ સ્વીમીંગ પુલ ખાતે ૫૯માં ગુજરાત સ્ટેટ એકવેટીક ચેમ્પીયનશીપ યોજાયો હતો. આ ચેમ્પીયનશીપમાં ગુજરાતના ૧૫૦ તરવૈયાઓએ ભાગ લીધેલ છે. ૨ દિવસ ચાલનારી આ સ્પર્ધામાં તરવૈયાઓનું સિલેકશન રાઉન્ડ કરી તરવૈયાઓને આગામી યોજાનાર નેશનલ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવશે. આ સ્પર્ધામાં ગુજરાતના ટોપ સ્વીમર અનશુલ કોઠારી, રાજ ભાણવડીયા, ઓમ સકસેના, યુવરાજ પટેલ, કલ્યાણી સકસેના, સિલ્કા નાગપુરેન જેવા ટોપ સ્વીમરો ભાગ લઈ રહ્યા છે. ૭ થી ૧૧ ઓકટોબર દરમિયાન ભોપાલ ખાતે સીનીયર નેશનલ એકવેટીક ચેમ્પીયનશીપ યોજાવા જઈ રહી છે તો માટે આ સ્ટેટ ચેમ્પીયનશીપ માટે તરવૈયાઓને પસંદ કરવામાં આવશે. ત્યારબાદ ઈન્ડોનેશિયામાં યોજાનાર ઈન્ટરનેશનલ ચેમ્પીયનશીપ માટે ભારતની ટીમનું સિલેકશન કરવામાં આવશે. ઉપરાંત ગુજરાતમાંથી ૫ થી ૬ ટોપ સ્વીમર ભારતની ટીમમાં પસંદ થવાની પુરી સંભાવના છે. તેમ કમલેશ નાણાવટી (સેક્રેટરી ઓફ સ્વિમીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયા)એ જણાવ્યું હતું. રાજકોટ ડિસ્ટ્રીક સ્વીમીંગ એસોસીએશન સેક્રેટરી બંકીમ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આ સ્પર્ધા યોજાઈ તે ખુબ ખુશીની વાત છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા રાજકોટ ખાતે સ્વીમીંગ પુલનું નિર્માણ કર્યું. જેથી તરવૈયાઓને પણ એક સ્ટેજ મળી રહે આગળ વધવા માટે અને નેશનલ લેવલે ભારતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર ઈન્ટરનેશનલ સ્વીમર અનશુલ કોઠારીએ જણાવ્યું કે, આ સ્ટેટ કોમ્પીટીશન એક સારું પ્લેટફોર્મ છે. નવા તરવૈયાઓ માટે અહીંથી નેશનલ લેવલ સુધી પહોંચી શકાય છે. અત્યાર સુધીમાં તેણે એક કોમન વેલ્થ ગેમ રહી છે તથા ૨ એશીયન ગેમ પણ રમેલી છે. ૧૫ ઈન્ટરનેશનલ મેડલ પણ જીત્યા છે. ૪ વખત નેશનલ ચેમ્પીયન બનેલ અનશુલ હાલ ભવિષ્યમાં ૨૦૨૦ની ઓલ્મપીકસ માટે તૈયારી કરી રહ્યો છે.સુરતની કલ્યાણી સકસેનાએ જણાવ્યું હતું કે, તેણે ૨ ઈન્ટરનેશનલ ચેમ્પીયનશીપ રમેલી છે. જેમાં વર્લ્ડ લેવલ પર ૧૦મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. નેશનલ લેવલે તેની પાસે ૨૫ મેડલો છે. જેમાંથી ૮ ગોલ્ડ, ૮ સિલ્વર અને બાકીના બ્રોનસ મેડલો છે સાથે ૩ નેશનલ રેકોર્ડ પર તેને સિદ્ધિ મેળવેલી છે. આ ચેમ્પીયનશીપ-૨૦૧૭નું ઉદઘાટન ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ ગુજરાત)એ કર્યું હતું અને મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દેવાંગ માંકડ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર સહિત વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી ઉપસ્થિત રહ્યા હતા.