ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથિરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે બેઠક કરી વિસ્તૃત રજુઆત કરી
ગુજરાત ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથિરીયા તાજેતરમાં નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમણે વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન એવી રજુઆત કરી હતી કે રાષ્ટ્રીય લેવલે એક ગૌ મંત્રાલયની સ્થાપના કરવી જોઈએ.
આ સિવાય વલ્લભભાઈ કથીરીયાએ પીએમઓ એટલે કે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (વડાપ્રધાન કાર્યાલય)ને એક વિસ્તૃત પત્ર પાઠવીને દેશમાં ગૌહત્યા તાત્કાલિક ધોરણે રોકવા માટે અલાયદુ ગૌ મંત્રાલય શ‚ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. જેથી ગૌ મંત્રાલય બેફામ થઈ રહેલી બેરોકટોક ગૌહત્યા માટે કડકમાં કડક નિયમ લાદતુ ‚પરેખા તૈયાર કરીને તેને લાગુ કરી શકે તેમણે લખ્યું છે કે ગૌ હત્યા રોકવી નિહાયત જરૂરી છે.