ગુજરાત માધ્યમિક આને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સામાન્ય સભા મળી જેમાં નીચે મુજબ નિર્ણય લેવામાં આવ્યા
1.ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા આજ સુધી જિલ્લા મથકે લેવામાં આવતી હતી, માર્ચ 2020થી આ પરીક્ષા તાલુકા લેવલે લેવામાં આવશે.
2.અત્યાર સુધી વિદ્યાર્થીના નામમાં ભૂલ હોય તો,ધોરણ-10ની પરીક્ષા પહેલા નામ,અટક કે જન્મ તારીખમાં સુધારો થતો હતો. આ સુધારો ધોરણ 12 સુધી થઈ શકશે.
3.ધોરણ-10માં માર્ચ-2020થી ગણિત વિષયના બે પ્રશ્ન પેપરો કાઢવામાં આવશે.જેમથી એક નિમ્ન લેવલનું હશે.અને એક સ્ટાન્ડર્ડ લેવ્લ્નુ હશે.
4.ડો.પ્રિયવદન કોરાટના એક પ્રશ્નના જવાબમાં બોર્ડે જણાવ્યુ હતું કે શિક્ષણ બોર્ડેમાં હાલ ક્લાસ વન કેડરના અધિકારીની પાંચ અને ક્લાસ ટુ કેડરના અધિકારીની પાંચ જગ્યા ખાલી છે આમ કુલ 10 અધિકારીની જગ્યા ખાલી છે.
5.1428486000નું વર્ષ 2018-2019નું સુધારેલ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બોર્ડની જુદી જુદી સમિતિઓની ચૂંટણી આગામી તારીખ 25/02/2019ના રોજ હોય,આથી 25 ફેબ્રુઆરીના રોજ ફરીથી શિક્ષણબોર્ડની સામાન્ય સભા મળશે.