રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે રક્ષાબંધન નિમિતે સૌથી મોટી જાહેરાત કરીને લોકોને ખુશખબર આપ્યા છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે હવે પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી વસૂલવા માટે જંત્રીના દરમાં વધારો નહીં કરાય, એટલે કે સરકારે ડબલ જંત્રી કરવાનો વિચાર માંડી વાળ્યો છે.
ગુજરાતમાં છેલ્લે જંત્રીના દરમાં ફેબ્રુઆરી 2007માં 50 ટકાનો વધારો કર્યો હતો. અગાઉ તેમાં સુધારો છેક 1999ના કરાયો હતો. ત્યાર પછી 2011માં ફરી આ ભાવમાં સુધારો કરાયો હતો. એક સમયે સરકારે મહારાષ્ટ્ર જેટલો જંત્રી દર લાગુ કરવાની તૈયારી કરી લીધી હતી. જોકે, હવે સરકારે 15મી ઑગસ્ટે જાહેરાત કરી છે કે જ્યાં જંત્રીના દર અસ્થિર છે, ત્યાં જ સમતોલ કરવાનો પ્રયાસ કરાશે.