કચ્છ રિજીયનમાં સૌથી વધુ 97.76% અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 27.48% વરસાદ: પૂર્વ-મધ્ય ગુજરાતમાં 41.10% અને દક્ષિણ ગુજરાતમાં 64.16% વરસાદ
હજુ તો જુલાઇ માસનું પ્રથમ પખવાડીયું પુરું થવાના આડે પણ બે દિવસ બાકી છે ત્યારે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 51 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. હજુ ત્રણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ વર્ષ જગતાત માટે સોળઆનીથી પણ વિશેષ સાબિત થાય તેવા ઉજ્જળા સંજોગો વર્તાઇ રહ્યા છે. સૌથી વધુ વરસાદ કચ્છ રિજીયનમાં સૌથી વધુ 97.76 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં માત્ર 27.48 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 41.10 ટકા, સૌરાષ્ટ્રમાં 51.18 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64.36 ટકા વરસાદ પડે છે. છેલ્લા 30 વર્ષની સરેરાશ જોવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન 850 મીમી વરસાદ પડે છે. આજે સવાર સુધીમાં મોસમનો કુલ 433.35 મીમી વરસાદ વરસી ગયો છે. જે મોસમનો 50.98 ટકા જેવો થવા પામે છે. હજુ ચાર ત્રણ દિવસ સુધી વધુ વરસાદની આગાહી આપવામાં આવી હોય જુલાઇ માસમાં જ મોસમનો 70 ટકાથી વધુ વરસાદ વરસી જાય તેવી સંભાવના નકારી શકાતી નથી. જગતાત માટે સોળઆની વરસ રહે તેવા ઉજ્જળા સંજોગો વર્તાઇ રહ્યા છે.