• ભારતે આઇઓસીને ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ મોકલ્યો: ભારત યોગ,
  • ખો-ખો અને કબડ્ડી જેવી રમતોનો પણ ઓલિમ્પિકમાં સમાવેશ કરી શકે

2036ની ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક ગેમ્સ માટે અંતે ભારતે કાયદેસરની દાવેદારી નોંધાવી છે. એ માટે તેણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ફ્યુચર હોસ્ટ કમીશનને વિધિસરનો ‘પત્ર’ મોકલીને આ ગેમ્સ યોજવાની તેની ઇચ્છા દર્શાવી છે. આઇઓસી સાથે મહિનાઓ સુધી વિધિસરની ચર્ચા બાદ આ મહત્વાકાંક્ષી યોજનાની દિશામાં આ એક નક્કર પગલું લેવાયું છે. જો ભારતની બિડ સફળ રહેશે તો આ ઓલિમ્પિક્સ અમદાવાદના આંગણે યોજાશે. જે શહેરવાસીઓ અને ગુજરાતના લોકો માટે ગૌરવપૂર્ણ બાબત બની રહેશે.ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનએ પહેલી ઓક્ટોબરના રોજે આ પત્ર મોકલ્યો હતો તેમ રમત-ગમત મંત્રાલયના એક સુત્રે જણાવ્યું છે. ભારતને આ યજમાની મળવી લગભગ નક્કી છે. જો આવું થાય તો તેનાથી ભારતને આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને દેશભરમાં યુવકોને રમત-ગમત પ્રત્યે પ્રેરણા સહિતના લાભો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 2036ના ઓલિમ્પિક્સ યોજવાની સરકારની ઇચ્છા દર્શાવી હતી. એ પછી ભારતમાં આ અંગેની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. જોકે આઇઓસીની આગામી વર્ષે યોજાનાર ચૂંટણી અગાઉ હોસ્ટિંગ અંગેનો નિર્ણય લઇ શકાય તેમ નથી. ભારતને સાઉદી આરેબિયા, કતાર અને તુર્કી સહિતના અનેક દેશો સાથે સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ દેશો પણ એક મજબૂત દાવેદાર તરીકે તેમનો દાવો રજૂ કરી રહ્યા છે. જોકે ભારતે ઇરાદા પત્ર મોકલીને

ભારતે આ દિશામાં એક મજબૂત દાવો રજૂ કર્યો છે. તેણે ચૂંટણી પ્રક્રિયા યોજવા માટેની તમામ વાટાઘાટોમાં પણ પ્રગતિ મેળવી છે. સામાન્યપણે આ તબક્કામાં આઇઓસી સંભવિત યજમાન નક્કી કરવા માટે સૌથી પહેલા ગેમ્સ સાથે સંકળાયેલા પ્રોજેક્ટોની શક્યતાદર્શી અભ્યાસ હાથ ધરે છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર દ્વારા બિઝનેસ ફોર સોશિયલ રિસ્પોન્સિબિલિટી , અને ટકાઉપણું સહિત વિશાળ શ્રેણીના ક્ષેત્રોમાં સ્વતંત્ર સ્ત્રોતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં માનવધિકારોની પણ ખાસ કાળજી લેવાય છે તેમ આઇઓસીએ તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે. આ મામલે પ્રગતિનો આગામી તબક્કો ‘ટાર્ગેટેડ ડાયલોગ’નો છે. જે માટે એડિશન આધારિત ઔપચારિક બિડ રજૂ કરવાની જરૂર પડશે. ફ્યુચર હોસ્ટ કમીશન દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા છેવટે યજમાનને ચૂંટવા સાથે પૂર્ણ થશે. જાણવાની વાત એ છે કે હાલના આઇઓસી વડા થોમસ બેકે ભારતની યોજનાને સમર્થન આપ્યું છે. અગાઉ ભારતે 2010માં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. 2036ના ઓલિમ્પિક્સ માટે અમદાવાદ યજમાન શહેર તરીકે સૌથી ટોચ પર છે. આઇઓએના પ્રમુખ પી ટી ઉષા સહિત ભારતના ટોચના સ્પોર્ટ્સ વહીવટકારો આ વર્ષના પ્રારંભથી જ દેશ માટે લોબિઇંગ કરી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.