રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષધશાળા ના આંગણે ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ઼સા. એવમ તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં અનકાઈ તિર્થભૂમિમા આરાધના ઉદ્યાનમાં બિરાજીત સ્વ. સાધક ગુરુદેવ ના સુશિષ્ય પૂ.શ્રી ચેતનમુનિ મ઼સા. તથા તપસ્વીની પૂ. કિરણબાઈ મહાસતીજી ના સુમંગલ સાનિધ્યે આરાધના ની આલેખ જગાડનાર અનશન આરાધિકા ઉત્સાહધરા સ્વ. પૂ. ઉષાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. રક્ષિતાબાઈ મહાસતીજી ની ગુણાનુવાદ સભા રાખવામાં આવેલ હતી. ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ઼સા. એ માંગલિક પ્રવચન ફરમાવેલ હતુ.
તપસ્વીની પૂ. વનિતાબાઈ મહાસતીજી, પૂ. સંગીતાબાઈ મહાસતીજી, પૂ. અમિતાબાઈ મહાસતીજી, પૂ. ઉર્વશીબાઈ મહાસતીજી એવમ પૂ. કૃપાબાઈ મહાસતીજી આદી ઠાણાએ ઉપસ્થિત રહી પ્રવચન આપી ભાવાંજલી આપેલ હતી. મોટા સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા તથા સંઘાણી સંઘના પ્રમુખ શ્રી અશોકભાઈ કોઠારીએ પૂ. રક્ષિતાબાઈ મહાસતીજીને ભાવભિની ભાવાંજલિ પાઠવેલ હતી. વૈયાવચ્ચ રત્ન સંઘપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ એ પૂ. રક્ષિતાબાઈ મહાસતીજી ના જીવન ઝરમર ઉપર પ્રાસંગીક પ્રવચન આપી ભાવપૂર્વક ભાવાંજલિ અર્પણ કરેલ હતી તેમજ શ્રાવક-શ્રાવિકાઓ આ ગુણાનુવાદ સભામાં પધારી ગોંડલ સંપ્રદાયના જશ-ઉતમ-પ્રાણ એવમ સંઘાણી સંપ્રદાય પિરવાર ના પૂ. મહાસતીજીઓના દર્શન નો લાભ લીધેલ હતો. ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મહાસતીજી ના સુશિષ્યા પૂ. રક્ષિતાબાઈ મહાસતીજી આત્મલક્ષ્ સંથારો ગ્રહણ કરી સંયમ જીવનના 38 વર્ષ સંપન્ન કરી જોગાનુજોગ 38 ઉપવાસ સાથે સંથારો સીજી ગયેલ હતો અને પોતાના અંતિમલક્ષ્ તરફ મહાપ્રયાણ કરેલ હતુ.
આવા પૂ. મહાસતીજીને બિરાજમાન પૂ. ગુરુભગવંત તથા પૂ. મહાસતીજીઓએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ સામુહિક ભાવાંજલિ અર્પણ કરેલ હતી તેમની સ્મૃતિરૂપે અલગ અલગ પચ્ચકખાણ ગ્રહણ કરેલ હતા. ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.શ્રી જશરાજજી મ઼સા., સાહિત્યપ્રેમી પૂ.શ્રી દેવેન્દ્રમુનિ મ઼સા., પરમશ્રધ્યેય પૂ.શ્રી ધીરજમુનિ મ઼સા., રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ઼સા., સદગુરુદેવ પૂ.શ્રી પારસમુનિ મ઼સા., સ્વાધ્યાયપ્રેમી પૂ. ચેતનમુનિ મ઼સા. એવમ સંપ્રદાય વિરષ્ઠા પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતીજી આદી સર્વે પૂ. મહાસતીજીઓએ ગુણાંજલિના સંદેશો આપી ભાવાંજલિ અર્પણ કરેલ હતી.