તપ સાધના, મૌન ઘ્યાન સાધના સ્વાગત નૃત્ય, ગુરુ ભકિત ગીત તથા નવકાશી તેમજ ગૌતમ પ્રસાદ યોજાયો
અબતક, રાજકોટ
ગાંડલગચ્છ ના જપ, માણેક, પ્રાણ ગુરુવેદના શિષ્યરત્ન મૌનવ્રતધારી તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા.ની ર4 મી વાર્ષિક પુણ્યતિથિ રાજકોટની ભાગોળે આવેલ સમ્રાટ તીર્થધામના પાવન પ્રાંગણે ગાદપતિ પૂ. ગીરીશમુનિ મ.સા. ના અંતેવાસી શિષ્ય ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. અને સંપ્રદાય સાઘ્વી સંયમ વરિષ્ઠ પૂ. ગુલાબબાઇ મ. અને વિશાળ પરિવારધારક પૂ મુકત લીલમ ગુરુણીના સુશિષ્યા વિનયપ્રજ્ઞા પૂ. સાધનાબાઇ મ.સ કોકીલકંઠી પૂ. સંજિતાબાઇ મ.સ આદી ઠાણા-6 ની પાવન નિશ્રામાં જપ સાધના ત્રિરંગી સામાયિક મૌનઘ્યાન સાધના ભકિત ગુરુ મંત્ર જપ સાધના પ્રાણગુરુ સ્થા. જૈન ગુરુકુળ પ્રાણકુંજ તપોધની તીર્થધામના આંગણે ઉજવણી સંપન્ન થયેલ છે.
રાજકોટ તીર્થધામ ખાતે ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. તથા ઉ5સ્થિત પૂ. મહાસતીજી વૃંદના સાનિઘ્યમાં બપોરના શાર્પ 1.39 ના તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા. ના મહાપ્રયાણના સમયે તપસ્વી ગુરુશરણમ મમ સકલ વિઘ્ન હરણમ મમ ના દિવ્ય જાપ પૂ. મહાસતીનું વૃંદ દ્વારા કરાવવામાં આવેલ હતા.પૂ. ગુરુદેવના સંસારી પરિવારના સ્વજન રૈયાણી પરિવાર તથા વરઇથી શાંતિભાઇ અજમેરા તીર્થધામ દર્શનાર્થે પધારેલ રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. એ લાઇવના માઘ્યમથી પોતાના ગુરુવર્ય તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ને ગુણાંથલી અર્પણ કરેલ હતી. સાકરના પેકેટની પ્રભાવના ગુરુભકત સી.એમ. શેઠ તથા છુટી બુંદી તથા તીખી સેવના પેકેટની પ્રભાવના ગુરુભકત કમલેશભાઇ લાઠીયાએ લાભ લીધેલ હતો. તેમજ સાગર ચંદ્રકાંતભાઇ કામાણીએ પણ અનુમોદના કરેલ હતી. તપસમ્રાટ તીર્થધામના કર્મચારી ભુપતભાઇ વોરા અને શ્રીમતિ મમતાબેન એ સતીજીઓની સેવા અને વયાવચ્ચ ભાવથી કરેલ હતી.
જયારે તપસમ્રાટ ગુરુ કર્મભૂમિ વડીયાના આંગણે સદાનંદી પૂ. સુમતિબાઇ મ. ઠા. 06 ની પાવનનિશ્રામાં પ્રાણકુંજ તપોધની તીર્થધામમાં ભવ્યાતિભવ્ય રીતે ઉત્કૃષ્ટ એવા વિવિધ આયોજનથી ઉજવવામાં આવેલ. સાઘ્વીરત્ન પૂ. અંજિતાબાઇ મ.ના મંગલાચરણથી પુણ્યસ્મૃતિ દિનનો મંગલ પ્રારંભ થયેલ.
તપસમ્રાટ ગુરુ ગુણાંજલી અવસરે નવ સંઘોના હોદેદારો ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. જેમાં વસઇ સ્થા. જૈન સંઘ, અમરેલ સંઘ, ધોરાજ સંંઘ, બગસરા સંઘ, વિસાવદર સંઘ, જેતપુર સંઘ, જુનાગઢ સંઘ, રાજકોટ ગોંડલ સંઘ, વડીયા સંઘ તેમજ પ્રાણગુરુ ગુરુકુળના ટ્રસ્ટી વિનુભાઇ રૈયાણી, સુરેશભાઇ અજમેરા તથા દેવળા ગામના સરપંચ તેમજ ગુરુભકતો અને ગુરુણીભકતો વિ. ની બહોળી સંખ્યામાઁ ઉ5સ્થિત હતા.અવસરને સફળ બનાવવા માટે સોનલબેન અને નીતીનભાઇ એ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સરળ અન સુચારુ સંચાલન પ્રો. વી.એસ. દામાણીએ કરેલ સદાનંદી પૂ. સુમતિબાઇ મ. ના શ્રીમુખેથી મહાપ્રભાવક માંગલીક થી સૌ ધન્ય ધન્ય બનેલ હતા. તેમ મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ રાજકોટના પ્રમુખ ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે.