આંધ્રપ્રદેશ-તેલંગાણા અને ઝારખંડ વેપાર-વાણીજયમાં ગુજરાતથી આગળ
૨૦૧૫માં વેપાર માટેના શ્રેષ્ઠ રાજયમાંથી ગુજરાત પાંચમાં ક્રમે ધકેલાયું છે. ઉધોગ પોલીસી અને પ્રોમોશન વિભાગ તેમજ વર્લ્ડ બેંકના રિપોર્ટની રેન્કીંગ મુજબ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ પણ ગુજરાતથી આગળ રહ્યું છે તો ૨૦૧૪થી સતત ગુજરાત વેપાર-વાણિજયમાં ટોચનું સ્થાન ગુમાવી રહ્યું છે.
ગત વર્ષે પણ રાજય ત્રીજા સ્થાને હતું. કોમર્સ અને ઉધોગ અંગે વર્લ્ડ બેંકે રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં બિઝનેસ રિફોર્મ એકશન પ્લાનની અમલવારી અંગેની ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ૨૦૧૭નાં આ પ્રોજેકટને સફળતા મળી ન હતી. ત્યારે ડેપ્યુટી મિનિસ્ટર નીતિન પટેલે કોઈ પણ કોમેન્ટ કર્યા વિના કહ્યું હતું કે, રિપોર્ટ વિવિધ ઘટકોને લઈને બનાવવામાં આવ્યા હોવાથી અમારે તેમાં ઉંડાણપૂર્વક માહિતગાર થવુ પડશે.
કોંગ્રેસના વરીષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, જયારથી ભાજપ આવ્યું ત્યારથી જ ગુજરાતમાં વેપાર વાણિજય ઘટયું છે પરંતુ જો ઉધોગની પોલીસીમાં ફેરફારો કરવામાં આવે તો ગુજરાતનું વેપાર ક્ષેત્રે સ્થાન ફરીથી મેળવી શકાય.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે, આ અંગે અમે રાજય સરકારનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે કે અન્ય રાજયો જેવી રીતે ઉધોગોની સિદ્ધિઓ સર કરે છે તેમ ગુજરાતની આવડત તો વેપાર વૃદ્ધિ જ છે.
હાલ વેપાર અંગે ટોપ રેન્કીંગ ધરાવતા રાજયોમાં સૌપ્રથમ આંધ્રપ્રદેશ, તેલંગાણા, હરિયાણા, ઝારખંડ અને ત્યારબાદ પાંચમાં ક્રમે ગુજરાત છે.