રાજયમાં બ્રોડબેન્ડ કનેકશનોની સંખ્યામાં સતત વધારો ૨૦૧૭માં ૧.૮૭ કરોડ બ્રોડબેન્ડ ધારકો નોંધાયા
ઇન્ટરનેટ, મોબાઇલ અને બ્રોડબેન્ડનો ઉપયોગ વધી જતાં ઓન ડિમાન્ડ વીડીયો જોનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં પોતાને ગમતા વિડીયો પોતાની જ ભાષામાં કે પછી સમજાય તે ભાષામાં જોનારા લોકોની સંખ્યા વધી રહી છે. ગુજરાત ઓન ડિમાન્ડ વિડીયો માર્કેટમાં પાંચમાં ક્રમે છે. ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં ઓવર ધ ટોપ અને ઓન ડિમાન્ડ વિડીયો પ્લેટફોર્મ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે. અમદાવાદની કમ્યુનિકેશન ઇન્સીટયુટ માઇકા તેમજ સીટી સ્ટાર્ટઅપ કોમ્યુનિકેશન ક્રાફટ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે ગુજરાતના લોકો ઓન ડિમાન્ડ વિડીયો જોવાનું વધારે પસંદ કરી છે.
આ ઉપરાંત તેઓ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ પણ કરે છે. મહત્વનું છે કે આ ઓનડિમાન્ડ વિડીયોને વધુ જોનારા ૧પ થી ર૪ વર્ષના છે.
આ અંગે ક્રીએટીવ સ્ટાર્ટઅપ ના ડીરેકટર ચિરાગ ધગ્લીએ જણાવ્યું કે ટેલીવિઝન પર આવતા પ્રોગ્રામ્સ પણ હવે અત્યારની જનરેશન ઓનલાઇન જોવા લાગી છે. જેને કારણે ઓન ડિમાન્ડ વિડીયો જોનારાની સંખ્યા વધી રહી છે. ઇન્ટરનેટની સુવિધા અને સ્માર્ટ ફોનને કારણે ઓન ડિમાન્ડ વિડીયો પ્લેફોર્મ દિવસે દિવસે વધી રહ્યું છે.
મહત્વનું છે કે ડિસેમ્બર ૨૦૧૭માં ગુજરાતમાં ૧.૮૭ કરોડ યુઝર્સ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેકશન લીધા હતા જેને કે લોકો કારણે ઓન ડિમાન્ડ પ્લેટ ફોર્મમાં વધારો થયો અહેવાલ પ્રમાણે ર૦૨૦ સુધીમાં ભારતીય લોકો વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ વિડીયો જોનાર યુઝર્સની સંખ્યામાં બીજા ક્રમે આવી જશે.
મહત્વનું છે કે ભારત ડીજીટલ સબસ્ક્રીપ્શનમાં ૨૦૧૬માં રૂ ૨૬૦ કરોડ, ૨૦૧૭ માં રૂ ૩૯૦ કરોડ હતો જે ૨૦૨૦ સુધી માં રૂ ૨૦૧૦ કરોડનો વધારો થશે.
રસપ્રદ વાત એ છે કે ઓન ડિમાન્ડ યુઝર્સ મોટે ભાગે સ્થાનીક ક્ધટેન્ટ માટે ઓન ડિમાન્ડ પ્લેટ ફોર્મનો ઉપયોગ કરે છે. પ્રાદેશિક ભાષા જેમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, વેસ્ટ બંગાળ અને મહારાષ્ટ્રની પ્રાદેશીક ભાષાનું ક્ધટેન અન્ય ભાષામાં જોવાનું લોકો વધુ પસંદ કરે છે.
જો કે માત્ર ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના લોકો ઓન ડિમાન્ડ વિડીયો ખાસ કરીને હિન્દી કે અંગ્રેજીમાં જોવાનું પસંદ કરે છે. ઓન ડિમાન્ડ વિડીયો પ્લેટફોર્મ દિવસે દિવસે વધી રહ્યું છે.