નરેન્દ્ર મોદી ના વડાપ્રધાન બન્યા બાદ ખરેખર રાજકારણ ગરમાયું છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસની રાજનૈતિક કાવાદાવા વચ્ચે જાણે અન્ય રાજનૈતિક પક્ષો નામશેષ થઈ ચૂક્યા છે. ત્યારે આજે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. તેમાં એક એક મત અમુલ્ય મત બની ચૂક્યો છે. ખાસ તો 182 સભ્યોની રાજ્યની વિધાનસભામાંથી કોંગ્રેસના 6 સભ્યોએ રાજીનામાં આપ્યા છે તો કોંગ્રેસના માંધાતા ગણાતા એવા શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસ થી છેડો ફાડયો છે. તો બીજી બાજુ રાજ્યસભા ની ચૂંટણીમાં મતદાતાઓને નોટાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. જેનાથી કોંગ્રેસ અને ભાજપ બને પક્ષો નું ભારણ વધી ગયું છે. જો સરેરાશ ગણના કરવામાં આવે તો દાવેદારને ઓછામાં ઓછા 45 માટની જરૂરત પડે છે.
કોંગ્રેસ પર લટકતી તલવારની સ્થિતિ વચ્ચે એક નવો ઘા વાગ્યો હોય તેમ શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ વિરુદ્ધ મતદાન કર્યું છે ત્યારે આ પક્ષની સ્થિતિ કફોડી બની છે. તો અંતે એમ કહી શકાય કે અમિત શાહ અને અહેમદ પટેલ ની વચ્ચે નિર્ણાયક મત હોય તો એ શંકરસિંહનો મત છે. તો આજ સાંજ સુધીમાં આ ખરાખરીના જંગનો અંત એટ્લે કે નિર્ણય જાહેર થશે.