Gujarat: હવામાન વિભાગ દ્વારા દરરોજ વરસાદને લઇ નવી આગાહી કરવામાં આવી હોઈ છે. પરંતુ રાજ્યમાં જોઇએ તે પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 6 તાલુકામાંj હળવો વરસાદ નોંધાયો હતો. તેમજ ગરમીનું પ્રમાણ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે.
ત્યારે છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 6 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જામનગરના જામજોધપુરમાં 26 મીમી, વલસાડમાં 9 મીમી, વઘાઇમાં 3 મીમી, પારડીમાં 2 મીમી, મહુવામાં 2 મીમી અને ઉમરગામમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.
આ સાથે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો આજે 18 સપ્ટેમ્બરના રોજ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં વરસાદની શક્યતા કરવામાં આવી હતી.