કપલગેમ-બાળકોની રમત અને ડિનર સહિતના કાર્યક્રમો સાથે બિઝનેસ માટે માર્ગદર્શન અપાયું
રેલ એન્ડ અરે એજન્ટ એસોસીએશન ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજકોટના એજન્ટો માટે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ બાળકો માટે ચીલ્ડ્રન ગેમ, કપલ ગેમ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવામાં આવી હતી. જેમાં તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રેલ એન્ડ એર એજન્ટ એસોસીએશન ગુજરાતનાં પ્રમુખ કુનાલ કોઠારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાગની એન્યુઅલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કપલગેમ્સ ચિલ્ડ્રન ગેમ, સર્ટીફીકેશન પ્રોગ્રામ મેમ્બર્સ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાળકોને પણ નવી નવી ગેમ્સ રમી આનંદ થયો હર હંમેશ બીજી સેડયુલમાં હોવાથી ફેમીલી સાથે ટાઈમ કાઢી ન શકાય તો આ પ્રકારનાં આયોજનો થવાથી ફેમીલી સાથે એન્જોય કરી શકાય.
રેલ એન્ડ એર એસોસીએશન ગુજરાતનાં વાઈસ પ્રેસીડેન્ટ મયંક થાવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાગનાં એક એન્યુઅલ ફંકસનનું આયોજન કરવામાં આવ્યું હતુ રેલ અને એરનાં ગુજરાત ભરનાં એજન્ટ માટેની હેડ ઓફીસ રાજકોટ છે હાલમાં રાજકોટનાં મેમ્બર માટે જ એન્યુઅલ ફંકશન યોજાયો હતો. આ પ્રસંગે ફેમીલી ફંકશન થાય તેમાટે કપલગેમ, બાળકો માટેની ગેમ, ડિનર, ખાસતો બિઝનેસ ગાઈડલાઈનનું પણ આયોજન કરાયું હતુ.
ગેમમાં ભાગ લેનાર બાળકોએ જણાવ્યું કે જીભ મરોટ, કે જેમાં ‘શ્રતિશ્રી પુત્રી કૃતી’ બોલવાનું હતુ આ ઉપરાંત પણ ઘણી બધી રમતો રમાડવામાં આવી હતી. તેવોએ ખૂબજ એન્જોય કરી ઘણી બધી ગેમમાં ભાગ લઈ કાર્યક્રમને માણ્યો હતો. વધુમા બાળકોએ ઉમેર્યું હતુ કે હર હંમેશ બાળકો મોબાઈલ ફોનમાં ટાઈમ પાસ કરે છે. તો તેના બદલે આ રીતે અલગ અલગ ડાસ્ક જાતે કરવામાં આવે તો પણ સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ થાય છે. તેથી તેવોએ આવા પ્રોગ્રામ વારંવાર થાય તેવી ઈચ્છા પણ વ્યકત કરી હતી.