મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એવોર્ડની પ્રસ્તુતિ-ગૃહ રાજ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતી

ગુજરાતના જેલ વિભાગને ‘‘ગુડ પ્રેક્ટીસીસ ઓન ક્રાઇમ ક્રિમીનલ ટ્રેકીંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ ICJS’’ ની વાર્ષિક મિટીંગમાં આ સિસ્ટમના શ્રેષ્ઠ અમલીકરણ માટેનો દ્વિતીય પુરસ્કાર-એવોર્ડ તાજેતરમાં પ્રાપ્ત થયો છે

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન એવોર્ડની પ્રસ્તુતિ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન.રાવે કરી હતી.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉપક્રમે NIC દ્વારા આ CCTNS પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ICJS પોર્ટલની શરૂઆત કરવામાં આવેલી છે.

WhatsApp Image 2022 02 08 at 5.00.45 PM

આ પોર્ટલ પર રાષ્ટ્રીય કક્ષાએ પોલીસ, કોર્ટ, પ્રિઝન્સ, ગુનામાં સંડોવાયેલ વાહનો, ગુમ/બિનવારસી વ્યકિતઓની માહિતી, વિઝા-પાસપોર્ટ, કેન્દ્રીય એજન્સીઓ, એફએસએલ, પ્રોસીકયુશન, એલીસ(આર્મસ લાયસન્સ) વિભાગોના ડેટાનો વિનિમય કરીને તપાસ કરનાર એજન્સીને એક જ ડીજીટલ સીક્યોર પ્લેટફોર્મ ઉપર ડેટા જોઈ શકે તેવી વ્યવસ્થા કાર્યાન્વિત કરેલી છે.

WhatsApp Image 2022 02 08 at 5.00.44 PM
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ સીસીટીએનએસ-આઇ.સી.જે.એસ.પ્રોજેક્ટ હેઠળ રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલ અમલીકરણ અંગેના એવોર્ડની થયેલી જાહેરાતમાં આઇ.સી.જે.એસ. પ્રોજેકટ હેઠળ વિવિધ સ્તંભો પોલીસ, પ્રિઝન, એફ.એસ.એલ., પ્રોસીક્યુશનમાં કરેલી કાર્યવાહી અંગેના એવોર્ડ અન્વયે દેશના ૩૭ રાજયો/કેન્દ્રશાસિત પ્રદેશમાં શ્રેષ્ઠઅમલીકરણ બદલ પ્રિઝન સ્તંભમાં ગુજરાતને દ્વિતીય ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પ્રસ્તુત કરવાના અવસરે મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Image 2022 02 08 at 5.00.44 PM 1

મુખ્યમંત્રી એ આ વેળાએ રાજ્યની જેલોના વડા અને અધિક પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવના પુસ્તક ‘જેલ ઇતિહાસ અને વર્તમાન’ના અંગ્રેજી સંસ્કરણ ‘જેઇલ-પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ’ પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતું.

ગાંધી-સરદાર જેવા યુગ પુરૂષોની સાથે સંકળાયેલો ગુજરાતની જેલોનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાત સરકાર દ્વારા થઇ રહેલી કેદી સુધારણાની કામગીરીનો ચિતાર, પુસ્તકના આ અંગ્રેજી સંસ્કરણના માધ્યમથી હવે દેશ-વિદેશના પ્રબુદ્ધ વાચકો સુધી પહોચતો થશે.

WhatsApp Image 2022 02 08 at 5.00.45 PM 2
ડૉ. રાવનું પુસ્તક ‘જેલ ઇતિહાસ અને વર્તમાન’નું ગુજરાતી સંસ્કરણ આ અગાઉ ઓગષ્ટ-ર૦ર૧માં પ્રકાશિત થયેલું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.