ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી રાજ્યની પોલીસ વધુ સતર્ક બની છે ત્યારે સુરત પોલીસને મોટી સફળતા મળી છે જેમાં એનડીપીએસના ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપીને ઓરિસ્સા એસટીએફની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે તપાસ હાથ ધરીને મોસ્ટ વોન્ટેડ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

Screenshot 9 20

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ક્રાઈમ બ્રાંચે 2009-10ના આરોપીઓને પકડી પાડયા હતા. આ બન્ને આરોપીઓ  પર રાજ્ય સરકાર અને સુરત પોલીસ કમિશનર દ્વારા 20,000 તથા 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ બંને આરોપી દ્વારા સુરત અને આજુબાજુના વિસ્તારમાં ગાંજાની સપ્લાય કરવામાં આવતી હતી. પોલીસને બાતમી  મળી હતી કે એનડીપીએસના ગુનામાં ભાગતા પડતા મોસ્ટ આરોપી ઓરિસ્સાના ગાંજામ જિલ્લામાં છે. બંને આરોપીને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગંજામ ખાતે રવાના થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ બંને ઈસમોને પકડવા માટે એસટીએફ ભવનેશ્વર અને એસ.પી ગંજામની મદદ લઈને આ બંને આરોપીઓને કુડાલા પોલીસ સ્ટેશનના માણસોની સાથે રાખીને પકડી લીધા હતા

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સા એસટીએફની મદદથી આરોપી ચિત્રસેન પરિડા અને ગુંડી પરિડાની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે સ્થાનિક લોકોના ટોળાઓએ આરોપીને છોડાવવા માટે પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસ.ટી.એફ અને સ્થાનિક દ્વારા આરોપીને પકડવામાં સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.