ગુજરાત પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ માનવ તસ્કરીના નેટવર્ક પાછળના માસ્ટરમાઇન્ડ્સને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. જે ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ફ્રેન્ચ ઓથોરિટીએ નિકારાગુઆ જનારા મુસાફરોના પ્લેનલોડને અટકાવ્યુ હતું જેમાં મોટાભાગના ભારતીય હતા.
એરબસ એ340 એરક્રાફ્ટ, 303 ભારતીય મુસાફરોને લઈને ફ્રાન્સમાં ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું, જ્યાં તે રિફ્યુઅલિંગ માટે રોકાયું હતું. ચાર્ટર્ડ પ્લેન સંયુક્ત આરબ અમીરાતથી આવ્યું હતું અને માનવ તસ્કરીના સંભવિત પીડિતોને લઈ જતું હોવાની અનામી ટિપ-ઓફ પછી તેને અટકાવવામાં આવ્યું હતું.
ગેરકાયદે અમેરિકામાં ઘુષણખોરી કરવા બદલ મુસાફરોએ એંજન્ટને રૂ. 1.2 કરોડ ચૂકવ્યાનો ખુલાસો
પોલીસે જણાવ્યું હતું કે પ્લેનમાં મોટાભાગના મુસાફરો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના હતા. ફ્લાઇટના અન્ય મુસાફરો પંજાબના હતા જ્યાં પોલીસે જણાવ્યું હતું કે તેઓ પણ તપાસ કરી રહ્યા છે.
પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું હતું કે, મુસાફરોએ એજન્ટોને દક્ષિણ અમેરિકાથી યુનાઇટેડ સ્ટેટ્સની દક્ષિણ સરહદ સુધી પહોંચવામાં મદદ કરવા માટે રૂ. 1.2 કરોડ ચૂકવ્યા હતા. અમે જાણવા માંગીએ છીએ કે આ લોકો એજન્ટોના સંપર્કમાં કેવી રીતે આવ્યા અથવા એજન્ટોએ તેમનો સંપર્ક કર્યો અને નિકારાગુઆ પહોંચ્યા પછી તેમની યોજના શું હતી.
અધિકારીએ કહ્યું કે તેઓ એ પણ જાણવાનો પ્રયાસ કરશે કે આ રીતે કેટલા લોકોને વિદેશમાં મોકલવામાં આવ્યા છે. સીઆઈડીને અત્યાર સુધીમાં આ ઘટનામાં સામેલ એજન્ટો અંગે “કાચી માહિતી” મળી છે અને તે સંબંધિત મુસાફરોની પૂછપરછ કર્યા પછી જ વધુ માહિતી મેળવી શકશે તેવું ખરાતે જણાવ્યું હતું.
ખરાતે વધુમાં જણાવ્યું હતું કે જુદા જુદા એજન્ટો સાથે મળીને ગેરકાયદેસર ઈમિગ્રેશનના કામમાં સામેલ છે. ગામડા અને જિલ્લા સ્તરે કામ કરતા એજન્ટો નાના ખેલાડીઓ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા કિંગપિન દ્વારા નિયંત્રિત છે.
ગુજરાત પોલીસ તપાસ કરશે અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્પષ્ટ ચિત્ર મેળવશે, એવુ તેમણે જણાવ્યું હતું.દરમિયાન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના ભારતીયો ભારતમાં ઉતર્યા છે અને જેઓ ફ્રાન્સમાં રોકાયા છે તેઓને નવી દિલ્હીની સહાયની જરૂર પડશે તો કોન્સ્યુલર સહાય આપવામાં આવશે.