ગેયકાયદેસર ફન્ડિંગના કેસમાં દિલ્લીથી સાંકેત ગોખલેની ફરી ધરપકડ કરાઈ
મોરબી પુલ દુર્ઘટના બાબતે ટવીટ કરનાર ટીઍમસીના નેતા સાકેત ગોખલેની ત્રીજી વાર ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે ટીએમસી પ્રવક્તાની દિલ્લીથી ધરપકડ કરી છે. ગેરકાયદેસર ફન્ડિગના આરોપમાં ફરી ધરપકડ કરવામાં આવી છે.
ફરી એકવખત ટીએમસી પ્રવકતા સાંકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે ફન્ડિંગ કરવાના આરોપમાં સાંકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે દિલ્લીથી આરોપી સાંકેત ગોખલેની અટકાયત કરી છે. અગાઉ પણ સાંકેત ગોખલેની ધરપકડ થઈ ચુકી છે. મોરબી દુર્ઘટનામાં ખોટું ટ્વિટ કરતા સાંકેત ગોખલેની ધરપકડ થઈ હતી.
અગાઉ ગુજરાત પોલીસે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની એક ટ્વીટને લઈને રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી હતી. તેમણે ટ્વીટમાં મોરબી પુલ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોરબી પ્રવાસ સાથે જોડાયેલા ફેક ન્યૂઝનું સમર્થન કર્યું હતું. મોરબી પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા. ગોખલેએ હાલમાં એક સમાચાર ટ્વિટર પર શેર કર્યા હતા.
નોંધનીય છે કે, રાજસ્થાનના જયપુરથી ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ થયા બાદ અમદાવાદની કોર્ટે સાકેત ગોખલેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. ગોખલેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરબી પુલ દુર્ઘટના પર ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી. સહાયક પોલીસ કમિશનર (સાઇબર ક્રાઇમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યુ હતું કે, એક વ્યક્તિ પાસેથી મળેલી ફરિયાદના આધાર પર ગોખલે વિરુદ્ધ પ્રધાનમંત્રીના મોરબી પ્રવાસને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ મામલાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સાકેત ગોખલેનું સમર્થન કર્યુ હતું અને ભાજપ સરકારના ‘પ્રતિરોધ વલણ’ની નિંદા કરી હતી. રાજસ્થાનના પ્રવાસે ગયેલા મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ગોખલેએ કોઈ ભૂલ કરી નથી.
મમતા બેનર્જીએ અગાઉ જયપુર એરપોર્ટ પર જણાવ્યું હતું કે આ ખરાબ અને દુખદ ઘટના છે. સાકેત ગોખલે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. તેમણે કોઈ ભૂલ કરી નથી. તેમણે કહ્યું કે, હું આ બદલો લેવાના વલણની નિંદા કરુ છું. સાકેતની એટલે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેણે પ્રધાનમંત્રી વિરુદ્ધ ટ્વીટ કર્યું. લોકો મારા વિરુદ્ધ પણ ટ્વીટ કરે છે. અમને આ સ્થિતિને લઈને ખરેખર અફસોસ થઈ રહ્યો છે.