રાજકોટ,સુરત,અમદાવાદ,
ગાંધીનગર,વડોદરા સહિતના 68 સ્થળે લૂંટ અને ચોરીના ગુનાને અંજામ આપ્યાની કબૂલાત
ક્રાઈમ બ્રાન્ચે રૂ.૨.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્ય: ૧૦ શખ્સોની શોધખોળ
ગુજરાત પોલીસને છેલ્લા બે વર્ષથી હંફાવનાર કુખ્યાત ચડ્ડી બનીયાનધારી ટોળકીના ૧૨ શખસોને ક્રાઈમ બ્રાંચે દબોચી લઈ વધુ ૧૦ શખસોને ઝડપી લેવા વિશેષ કાર્યવાહી કરી હતી.પોલીસની પુછતાછમાં શહેરના બારોબાર વિસ્તારોમાં મકાન,કારખાના, શાળા,ઓફીસ અને દુકાનો સહીતને અંજામ આપતા હોય વિસ્તારમાં સીસીટીવી ફુટેજ કે લોકોની અવર જવર ઓછી હોય તેમજ એકાદ કિલો મીટર દુર અવાવરૂ જગ્યા પર એકઠા તેમજ કેમેરામાં કપડાની ઓળખ ન થાય તેથી અગાઉ ચડ્ડી બનીયાન પહેરી બુકાની બાંધી સાથે પથ્થર,ડીસ્ મીસ,ગણેશીયો,દાતરડુ, ગીલ્લોર,ટોર્ચ બેટરી સહીતના હથીયારો લઈ ગુના આચરતા હોય તેમજ ગુનાને અંજામ આપી ભાગ બટાઈ કરી પોતાના ઝુપડામાં સંતાડી દઈ સવારે કામે ચડી જતા હોવાનુ બહાર આવતા પોલીસે તેની પાસેથી રોકડ, સોના-ચાંદીના દાગીના સહીત રૂ.૨.૩૯ લાખની મતા કબજે કરી વધુની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ રાજ્કોટ શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સીમ વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ત્રાટકીને તરખાટ મચાવનાર ચડ્ડી- બનીયનધારી ગેંગના 12 શખ્સોને ઝડપી લેવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને આખરે સફળતા મળી છે. ઝડપાયેલા શખ્સો ઉપરાંત ૧૦ શખ્સોના વધુ નામ ખુલ્યા છે જેઓ હજી ફરાર છે, જેમને ઝડપી પાડવાની કવાયત પોલીસે હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં તમામ શખ્સ દાહોદના ગરબાડા અને ધાનપુર તાલુકાના છે. જ્યારે કરાર 8 શખ્સમાં (દાહોદ જિલ્લાના) 5 ગરબાડા, એક ધાનપુર અને એક ભાવરા તાલુકાના શખ્સનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેર તથા સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી મોઢે બુકાની બાંધી ચડ્ડી- બનીયનધારી અમુક ચોક્કસ ગેંગ દ્વારા લૂંટ, ધાડ તથા ધરફોડ ચોરી સહિતના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. આ ગુન્હાઓના ભેદ ઉકેલવા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની જરૂરી સુચના ડી.સી.બી પી
આઇ વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ સહિતના સ્ટાફે ચડ્ડી-બનીયાનદારી ગેંગને ઝડપી પાડવા બનાવના સ્થળ તેમજ આજુબાજુમાં આવેલા સીસીટીવી કેમેરાનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી ઉપરોક્ત ગેંગના આરોપીઓની એમ.ઓ.નો ઊંડાણપૂર્વક તાગ મેળવીને આજુબાજુના જિલ્લાઓમાં બનેલા બનાવોની માહિતી એકત્રિત કરી , ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુના શોધવા માટે અગાઉ પકડાયેલા ચડ્ડી બનીયનધારી ગેંગના સભ્યોનો ઇ-ગુજકોપ એપ્લિકેશનમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી તેનો વિસ્તૃત અભ્યાસ કરી તેઓની હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવીને ઉપરોક્ત ગેંગના તમામ સભ્યોને ઝબ્બે કરવા ડી.સી.બી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને ખાનગી રીતે આરોપીઓ દ્વારા અંજામ આપેલા ગુનાઓમાં લૂંટ,ચોરી અને ધાડ પાડીને મેળવેલા મુદ્દામાલ શોધી આરોપીઓને પકડી પાડવા તે આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું હતું.
જેના આધારે ઓપરેશન હાથ ધરીને મળેલી માહિતીને આધારે રાજકોટ તેમજ અન્ય જિલ્લાઓમાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી ચડ્ડી-બનીયનધારી ગેંગના 12 શખ્સને પકડી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેઓએ લૂંટ, ધાડ અને ચોરીના કુલ 68 ગુનાઓની કબુલાત આપી હતી.ચડ્ડી બનીયન પહેરીને વારદાતને અંજામ આપતા.
વારદાતને અંજામ આપતા સમયે ગેંગના સભ્યો ત્રણ ચાર પથ્થરો હાથમાં રાખતા તેમજ ડિસમિસ, ગણેશિયો, દાંતરડું, ગિલોર, ટોર્ચ બેટરી પણ સાથે રાખતા. બનાવ બાદ લૂંટમાં મળેલા મુદ્દામાલની સરખેભાગે ભાગ બટાઈ કરી પોતાના રહેણાંક ઝૂંપડામાં સંતાડી દૈનિક કામે વળગી જતા.
પકડાયેલા આરોપીઓ પાસેથી 1.31 લાખ રોકડા તેમજ સોનાની કડી, બુટ્ટી, મસ્કા, નાકનો દાણો, ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, ગણપતિ મૂર્તિ, ચાંદીનો સિક્કો, 9 મોબાઇલ સહિત કુલ 2,39, 650નો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે. પકડાયેલા પૈકી 8 આરોપીઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે.
કુખ્યાત ગેંગના પકડાયેલા અને ફરાર આરોપીઓના નામ
ક્રાઈમ બ્રાંચે ચડ્ડી-બનિયાનધારી ટોળકીના જે ૧૨ સભ્યોની ધરપકડ કરી છે તેમાં લાલો ઉર્ફે સુભાષ ખુમસીંગ પલાસ (ઉ.વ.૨૪), રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા મોહનીયા (ઉ.વ.૨૩), છપ્પ૨ ઉર્ફે છપરીયા હરૂ પલાસ (ઉ.વ.૩૫), રાકેશ રાળીયા પલાસ (ઉ.વ.૪૦), રાજુ સવસીંગ બારીયા (ઉ.વ.૩૦), શૈલેષ ઉર્ફે શૈલો રતનસીંગ ઉર્ફે રત્ના કટારા (ઉ.વ.૨૬), કાજુ માવસીંગ પલાસ (ઉ.વ.૩૫), શૈલેષ જવસીંગ ડામોર (ઉ.વ.૨૬), મનિષ ઉર્ફે મનેષ રાવસીંગ ભાભોર (ઉ.વ.૧૮), અપીલ અમરસીંગ પલાસ (ઉ.વ.૩૨), રાહુલ સુરેશ નીનામા (ઉ.વ.૨૪) અને મિથુન વરસીંગ મોહનીયા (ઉ.વ.૨૦)નો સમાવેશ થાય છે.
આ તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના ગરબાળા, ધાનપુર, દેલતરના વતની છે. આરોપીઓમાંથી અમુક હાલ રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ સામે, નવા રેસકોર્સની કન્સ્ટ્રકશન સાઈટ પર, અટલ સરોવર પાસે ઝૂંપડા બાંધીને ઉપરાંત ટંકારાના લજાઈ ગામે રહેતા હતા.
ટોળકીના જે ૮ સભ્યો વોન્ટેડ છે તેમાં ભરત બાદરસીંગ ૫લાસ, ગોરધન ધીરૂ પલાસ, ગોરા વરસીંગ મોહનીયા, મુકેશ રમશુ મેળા, મળીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા, પ્રકાશ દીત્યા ઉર્ફે દીતીયા પલાસ, કાલસીંગ ઉર્ફે કલો, મગન ડામોર અને અજય નાયકનો સમાવેશ થાય છે.