મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદશન હેઠળ “ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ આહવાનને ચરીતાર્થ કરવા મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ના કાર્યક્રમ આયોજીત કરવામા આવેલ છે, જેના અનુસંધાને મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાએ “ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ના કાર્યક્રમનુ આયોજન કરેલ છે.
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે પ્રેરણાદાયી સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તેમજ મુખ્ય મહેમાન શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ ઉપસ્થિત રહેશે. અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે પ્રેરણાદાયી ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તેમજ મુખ્ય મહેમાન ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ અને અતિથિ વિશેષ શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી તથા વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા ઉપસ્થિત રહેશે. અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે પ્રેરણાદાયી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ મુખ્ય મહેમાન ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાષ્ટ્રીય મંત્રી અનુસુચિત જાતિ મોરચાના ભાનુબેન બાબરીયા અને શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તેમજ અતિથિ વિશેષ દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શિશુ કલ્યાણ અને અગ્નિશામક દળ કમિટીના ચેરમેન રૂપાબેન શીલુ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ હાર્દિક નિમંત્રણ પાઠવે છે. આ કાર્યક્રમમા આંગણવાડી વર્કર-હેલ્પર બહેનો, આરોગ્ય વિભાગની આશા વર્કર બહેનો, એ.એન.એમ બહેનો, મહીલા સખી મંડળના બહેનો તથા જુદા જુદા મતવિસ્તારની અગ્રણી મહીલાઓ ભાગ લેશે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આઇ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજશાખા, તમામ સી.ડી.પી.ઓ, તમામ સુપરવાઇઝર તથા આઇ.સી.ડી.એસ. વિભાગનો તમામ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.
માધાપર, કુવાડવા અને બેડી ખાતે પોષણ અભિયાનનો પ્રારંભ
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ આઇસીડીએસ વિભાગ દ્વારા રાજકોટ ગ્રામ્યમાં માધાપર ખાતે મ્યુ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કુવાડવા પ્રાથમિક શાળા ખાતે રેન્જ ડીઆઈજી સંજય સિંહા તેમજ બેડી ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અધિક સચિવ સુભાસ સોનીની પ્રેરક ઉપસ્થિતિ સર્વગ્રાહી પોષણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે પોષણ અદાલત નાટક દ્વારા ગ્રામજનોને યોગ્ય આહારની જરૂરિયાત અને સમજ પૂરી પાડી હતી. ત્યારબાદ વૃક્ષમાં બીજ તું નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવામાં આવી હતી જેમાં મહિલાઓને ગર્ભાવસ્થાથી લઇ બાળકના જન્મ અને તેના ઉછેર અંગે જાગૃતિ પ્રેરક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. ધાત્રી માતાઓને જરૂરી ખોરાક, બાળકોને રસીકરણ વગેરેની માહિતી આ ફિલ્મમાં આપવામાં આવી હતી. ગર્ભાવસ્થાથી લઈ બાળક બે વર્ષનો થાય ત્યાં સુધીના ૧૦૦૦ દિવસ દરમ્યાન જે પ્રકારે સારસંભાળ રાખવામાં આવે છે તે મુજબ બાળકનું ભવિષ્ય તૈયાર થતું હોય છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સૌ પ્રથમવાર અન્ન ગ્રહણ કરતા બાળકોને અન્નપ્રાશન વિધિ કરાવવામાં આવી હતી. પાલક વાલી અને તંદુરસ્ત બાળકોનું સન્માન કરાયું હતું. મહાનુભાવોએ આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતી સુવિધાઓની નોંધ લીધી હતી. આ પ્રંસગે તાલુકા વિકાસ અધિકારી, આઇસીડીએસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ જિલ્લાના ૧૩૨૯ વાલીઓ કુપોષિત બાળકોને લેશે દત્તક
ગુજરાત રાજ્યના તમામ બાળકો સુપોષિત બને અને માતા તંદુરસ્ત રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધીમાં સુપોષિત ગુજરાત બને તેવો સંકલ્પ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જનભાગીદારીના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે ‘એક બાળક એક પાલક’ની વાત કરી છે. આજથી સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ માટે શરૂ થયેલ સુપોષિત ગુજરાત અભિયાન અંતર્ગત જેમાં જિલ્લાના અલ્પ પોષિત બાળકને દત્તક લઇ સતત તેના સંપર્કમાં રહી દર અઠવાડિયે ઓછામાં ઓછી એક મુલાકાત લેવા માટે આહ્વાન કર્યું છે. આ ઉપરાંત પાલક વાલીએ સરકારની પોષણને લગતી સેવાઓનો લાભ બાળકને મળે તેની ખાતરી કરવાનું છે. રાજકોટ જિલ્લામાં કુલ ૧૭૧૬ અતિ ઓછા વજનવાળા બાળકોની ઓળખ કરવામાં આવેલ છે. આ માટે કુલ ૧૩૨૯ પાલક વાલીઓ આગળ આવી તમામ અતિ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટે બીડું ઉપાડવાના છે.