વર્ષ 2022-23માં ગુજરાતનું કુલ રૂ.12231.18 કરોડની કિંમતનું મત્સ્ય ઉત્પાદન 9,04,229 મે.ટનને પાર
ગુજરાત પાસે ગૌરવ લેવા જેવી અનેક બાબતો છે, તેમાંની એક બાબત એટલે અહીંનો દરિયો. દેશનો સૌથી લાંબો ગુજરાતનો દરિયાકાંઠો 1600 કી.મી. જેટલો છે. એટલે જ દરિયાઇ મત્સ્ય ઉત્પાદનમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે અને આંતરદેશીય ઉત્પાદનમાં સોળમાં ક્રમે છે. જ્યારે કુલ મત્સ્ય ઉત્પાદનમાં પાંચમાં ક્રમે છે.
જાણીતાં વૈજ્ઞાનિક ડો. કે. એચ. અલીકુન્હી અને ડો. એચ. એલ. ચૌધરીની યાદમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેઓએ 10મી જુલાઈ 1957ના રોજ ભારતીય મેજર કાપ્ર્સમાં પ્રેરિત બ્રેડિંગની ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રયોગ કર્યા હતો. એમના યોગદાન માટે દર વર્ષે 10 જુલાઇના રોજ “રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત” દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જામનગર પાસેના લોકપ્રિય પર્યટન સ્થળ પીરોટન અને નરારા ટાપુઓનો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવેશ થાય છે. હજારો પર્યટકો પફર ફીશ, સ્ટાર ફીશ, લોબસ્ટર,પરવાળા, ક્રેબ, ઝીંગા, કુકુંબર, ઓક્ટોપસ, પાપલેટ, ચુરમાઈ, શાર્ક, ઘોલ સહિતની અલભ્ય દરિયાઈ સૃષ્ટિને નિહાળી શકે તે માટે આ સ્થળોએ સરકારે ગાઈડની વિશેષ સુવિધા ઉભી કરી છે. દરિયાઈ વિસ્તારમાં નાળીયેરી ખૂબ મોટા પ્રમાણમાં થતી હોવાથી નાળીયેરી આધારિત ઉદ્યોગો થકી પણ અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થઇ રહયું છે.
સૌરાષ્ટ્રમાં સોમનાથ, પોરબંદર, માધવપુર, દ્વારકા, કોવાયા, જામનગર સહીત અનેક સ્થળોએ દરિયાઈ પ્રાણીના સંવર્ધન ઉછેર કેન્દ્ર ચાલી રહ્યા છે. જે પૈકી માધવપુરનું દરિયાઇ કાચબા ઉછેર કેન્દ્ર પ્રખ્યાત છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરિયાકિનારે પ્રવાસીઓને આકર્ષવા ગાર્ડન, વોશ એરિયા, સીટીંગ અરેંજમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, ઉંટસવારી વગેરે જેવી મનોરંજક સવલતોનું નિર્માણ કરાયું છે. સરકારના સઘન પ્રયાસોથી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની બાજુમાં આવેલા શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ’બ્લુ ફ્લેગ’નો દરજ્જો મળ્યો છે. ભારત સરકારની ફ્લેગશીપ યોજના “પ્રધાનમંત્રી મત્સ્ય સાંપદા યોજના” (ઙખખજઢ) હેઠળ આંતરદેશીય, દરિયાઈ અને ભાાંભરાપાણી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસ માટે કુલ રૂ. 186.61 કરોડની સુચિત જોગવાઈ કરાઈ છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત વર્ષ 2022-23 માં કુલ રૂ. 28653.23 લાખ (કેન્દ્ર ફાળો 8657.46 લાખ અને રાજ્ય ફાળો 5771.64 લાખ) ના વિવિધ ઘટકોના પ્રોજેક્ટને ભારત સરકારશ્રીની મંજુરી મળેલ છે.