ભુજળ, સિંચાઈ, પીવાના ઉપયોગમાં લેવાતુ પાણી તેમજ સરકારની પોલીસી સર્વિસના ધારા-ધોરણોમાં ગુજરાત અન્ય રાજયોની સરખામણીએ શ્રેષ્ઠ
સમગ્ર દેશ હાલ ભયંકર જળ તંગીનો સામનો કરી રહ્યો છે. જળ તંગીથી બચવા માટે એક માત્ર ઉપાય પાણીનું વ્યવસપન છે. જેમાં ગુજરાત અવ્વલ હોવાનો અહેવાલ નીતિ આયોગે આપ્યો છે. નીતિ આયોગના આંકડાનુસાર વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષમાં ગુજરાતનું સન મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેમજ નોર્થ ઈસ્ટના રાજયો કરતા વધુ સારૂ છે.
પાણીના વ્યવસપન મુદ્દે ગુજરાત કરતા હિમાચલ પ્રદેશ, શિકીમ અને આસામનું પ્રદર્શન થોડુ ઘણું સારૂ જોવા મળ્યું છે. જળ વ્યવસપન અંગેના ઈન્ડેક્ષમાં વિવિધ ૨૮ ધારા-ધોરણને નિતી આયોગે ધ્યાનમાં લીધા છે. જેમાં ભુજળ, સિંચાઈ, પીવાનું પાણી, સરકારની પોલીસી, પાણીના નિયંત્રણ માટેના વિભાગો સહિતની વસ્તુને ધ્યાને લેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર ઝારખંડ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને બિહારમાં પાણીની પરિસ્થિતિ સૌથી દયનીય છે.
૨૦૧૫-૧૬ની સરખામણીએ રાજસનનું પ્રદર્શન વધુ સારૂ રહ્યું છે. સામાન્ય રાજય તરીકે રાજસન જળ વ્યવસપનમાં ટોચના ક્રમે રહ્યું છે. જયારે નોર્થ ઈસ્ટના રાજયોમાં ત્રિપુરાનું સન અવ્વલ હોવાનું માનવામાં આવે છે.
દેશના ઘણા રાજયોમાં પીવાના પાણીની પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે. જેના કારણે ભૂજળ તેમજ સિંચાઈ મામલે ગુજરાતનું પ્રદર્શન મહદઅંશે સારૂ રહ્યું છે.
પાની… પાની…
ગુજરાત પાણી માટે વલખા મારે છે, પૂર્વોત્તર રાજ્યોમાં પૂરપ્રકોપ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયી જળ તંગી ઘેરી બનતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે પૂર્વોત્તર રાજયોમાં કંઈક જૂદી જ પરિસ્થિતિ જોવા મળે છે. પૂર્વોત્તર રાજયોમાં ભારે વરસાદના પગલે ૧૯ લોકોના મોત થયા છે. ત્રિપુરા, મણીપુર, આસામ અને મીજોરમમાં સતત ભારે વરસાદી પુરની સ્થિતિ વિકટ બની છે. લાખો લોકો બેઘર બન્યા છે. ભારે વરસાદના પગલે શાળામાં રજાઓ જાહેર કરવામાં આવી છે. પુરના પાણી ઓસર્યા છતાં સ્થિતિ ગંભીર છે. રાહત કેમ્પો શરૂ કરાયા છે. રેલવે સેવાને અસર થઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલું હોવાી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
બીજી તરફ કેરળમાં પણ સ્થિતિ ગંભીર છે. વિવિધ જિલ્લામાં ભારે વરસાદના કારણે પુરમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો તણાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં રેતીના તોફાને તહેલકો મચાવ્યો છે.
ઇતિહાસની આજ સુધીની ભયંકર જળ તંગી, હજુ પરિસ્થિતિ વણસશે
ભારતમાં ઈતિહાસની સૌથી ભયંકર જળ તંગીનો સામનો કરી રહ્યો હોવાનો એકરાર નીતિ આયોગે કર્યો છે અને આ પરિસ્થિતિ હજુ વણસી શકે તેવી ચેતવણી પણ નીતિ આયોગે આપી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં લોકોની પાણી જરૂરીયાત બે ગણી થઈ જશે. પરિણામે પાણીની કટોકટી પણ અત્યારની પરિસ્થિતિ કરતા બે ગણી અનુભવાશે. હાલ જળ કટોકટી અસહ્ય છે ત્યારે આવતા એક દશકામાં આ સ્થિતિ ખૂબજ વણશે તેવી દહેશત છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં દેશના ૨૧ મોટા શહેરોમાં ભુજળ તળીયા ઝાટક થઈ જશે તેવું પણ માનવામાં આવે છે.
પરિણામે ૧૦ કરોડી વધુ લોકોને જળ તંગીની સીધી ગંભીર અસર પહોંચશે. ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસન, હરિયાણા અને અન્ય રાજયોમાં ૬૦ કરોડી વધુ લોકો જળ કટોકટીના કારણે અસરગ્રસ્ત થશે. દેશનું ૭૦ ટકા પાણી દુષિત થઈ જશે તેવું પણ નીતિ આયોગનું માનવું છે.