કેન્દ્ર સરકાર દ્વારા શ‚ કરવામાં આવેલા ઔદ્યોગીક વિકાસના અભિગમને દેશના તમામ રાજયોમાંથી સૌથી વધુ ટેલીકાસ્ટ કરવામાં ગુજરાત નંબર ૧ પર રહેવા પામ્યું છે. વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની આ પરંપરા દર વર્ષે વધુને વધુ શકિતશાળી, ઉજળી અને પરિણામ દાઈ બની રહી છે. એક જમાનો હતો કે ભારતના ઉદ્યોગ સાહસીકોથી લઈ કામદાર અને વેપારીઓને દુનિયાના વિવિધ દેશોમાં રોજગારી અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે સાત સંમુદર પાર જઈ સફર કરવી પડતી હતી.
આજે ચીત્ર બદલાઈ ગયું છે. ભારત તરફ વિશ્ર્વની મીટ મંડાઈ રહી છે. આફ્રિકાથી જયારે ગાંધી ગુજરાતમાં આવ્યા ત્યારની યાદીને તાજી રાખવા વિશ્ર્વ પ્રવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાજરમાન ગુજરાત અને ભારત ભૂમિની શુભમ અને વેપારીક સાહસીકતાને પૂન: જીવીત કરવા માટે ગુજરાતની ભૂમિ પરથી જે પ્રયત્નો આદર્યા હતા. તે હવે રાષ્ટ્રીય ફલક પર વિસ્તરી ચૂકયા છે.
ગુજરાતમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટને આ વખતે પણ ગયા વર્ષથી વધુ વિદેશ મૂડી રોકાણના આંકડા પ્રાપ્ત કર્યા છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગ અને વેપાર જગતને વિકાસમાં કોઈ સ્પીડબ્રેકર નડે જ નહી એ માટે નાના વેપારીઓથી લઈ મોટા ઉદ્યોગોને મૂકત પણે વેપાર વહેવાર કરવાની તક મળે તે માટે સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન સેઝમાં રોકાણકારોને વધુમાં વધુ ફાયદો થાય રોકાણનું પૂરૂ વળતર, ધંધામાં પૂર્ણ વિશ્ર્વનીયતા અને આયાત નિકાસમાં સુગમતા રહે તે માટે માત્ર રસ્તા જ નહી બંદરોનો વિકાસ અને કસ્ટમના કાયદામાં પણ ફેરફાર કરી સીંગલ વિન્ડો કલીયરન્સ જેવી સુવિધાથી ખાધ પેદાશો અને ડેરીની બનાવટો બનાવનાર તાત્કાલીક વહેચી શકે તે માટે સરળ નિયમો બનાવ્યા છે.
સેઝને ફાયદાકારક બનાવવા માટે પ્રયત્નો ચાલુ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગુજરાત સરકાર ભારતની એક માત્ર એવી રાજય સરકાર બની છે. કે જે કેન્દ્રની યોજનાઓના ત્વરીત અમલ અને તેની ફળશ્રુતી માટે બે ડગલા આગળ રહે છે. સરકારના આર્થિક તથા સવર્ણોના અનામતના પ્રયત્નો હોય કે ખેડુતોના વિકાસની વાત કે ઉદ્યોગપતિઓને સવલતો અને ખેડુતોને પગભર કરવાની કેન્દ્રની દરેક કવાયત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડ્યા બોલ તરત જ ઉપાડી લઈ ગુજરાત દેશના વિકાસને આગળ વધારવા સ્ટીમ એન્જીનનું કામ કરી રહ્યું છે.