ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્ર્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીને વધાવવા સૌરાષ્ટ્રભરમાંથી લાખોની મેદની આટકોટમાં ઉમટી: પટેલ સેવા સમાજ સંચાલીત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરતા વડાપ્રધાન: આરોગ્ય યજ્ઞને બિરદાવ્યો
ગુજરાતના પનોતા પુત્ર વૈશ્ર્વિક નેતા તરીકે ઉભરી આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે એક દિવસ માટે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત મોદીના રંગમાં રંગાઇ ગયું છે. સવારે રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થવા બાદ વડાપ્રધામન હેલીકોપ્ટર મારફત આટકોટ ખાતે પહોચ્યા હતા. તેઓને આવકારવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની મેદની ઉમટી પડી હતી.
આટકોટમાં પીએમએ પટેલ સેવા સમાજ સંચાલીત શ્રી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્5િટલનું લોકાર્પણ કર્યુ હતું. આરોગ્ય લક્ષી સેવા યજ્ઞ ખંતથી ધમધમતો રાખવા તેઓએ સંચાલકોને આહવાન કર્યુ હતું.આજે સવારે દિલ્હીથી ખાસ પ્લેન મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે તેઓને રાજકોટ એરપોર્ટ પર આવકાર્યા હતા. અહીંથી તેઓ ખાસ હેલીકોપ્ટર મારફત આટકોટ પહોચ્યા હતા.
આટકોટમાં બનાવવામાં આવેલા હેલી પેડ ખાતે કેન્દ્રીય મંત્રી, રાજયસરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપના સંગઠનના હોદેદારો, ઉપરાંત રાજકોટ, જામનગર, ભાવનગર અને જુનાગઢ મહાનગરપાલિકાના મેયર સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા પંચાયતના પ્રમુખ, ભાજપના જિલ્લા પ્રમુખો દ્વારા વડાપ્રધાનને સહર્ષ આવકારવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આટકોટમાં કે.ડી. પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ એક જંગી જાહેર સભાને સંબોધી હતી.
વિશાળ સમીયાણો મોદી… મોદી, ભારત માતાકી જય, વંદે માતરમ, જયશ્રી રામના ગગન ભેદી નાદથ ગુંજી ઉઠયું હતું. પોતાના સંબોધન દરમિયાન પીએમએ પટેલ સેવા સમાજના સેવાકાર્યોથી પ્રશંસા કરી હતી. આ હોસ્5િટલ છેવાડાના માનવી માટે આરોગ્ય ધામ બની રહેશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.વડાપ્રધાને કે.ડી. પરવાડીયા હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇ ર0 મીનીટ થીવધુ સમય પસાર કર્યો હતો. પીએમને આવકારવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની જનમેદની ઉમટી પડતા સમીયાણો ટુંકો પડયો હતો આખુ ગુજરાત જાણે મોદીના રંગમાં રંગાય ગયું હતું. બપોરે વડાપ્રધાન ગાંધીનગરમાં ‘સહકાર રો સમુદાન’ સંમેલનમાં ખાસ ઉ5સ્થિત રહેશે.
હવે સૌરાષ્ટ્ર મેડિકલ ક્ષેત્રે હબ બન્યું: મનસુખભાઈ માંડવીયા
આજે આટકોટ ખાતે પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ પ્રંસગે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, હવે સૌરાષ્ટ્ર મેડિકલ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે. પહેલા એઇમ્સ અને હવે સૌરાષ્ટની સૌથી મોટી હોસ્પિટલ આટકોટ ખાતે ત્યાર થઇ છે ત્યારે આજુબાજુના પંથકના લોકોને રાજકોટ કે અમદાવાદ જવું નહિ પડે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર હમેશા ગરીબ દર્દીઓને વધુ ને વધુ લાભ મળે તે માટે તત્પર બની છે ત્યારે ભાજપ માત્ર રાજકીય જ નહિ સમાજની સેવામાં પણ હમેશા આગળ પડતું રહ્યું છે. પરવાડીયા હોસ્પિટલ લાખો લોકો માટે આશીર્વાદરૂપ બનશે.
માત્ર રાજકીય નહિ ભાજપે ખરા અર્થમાં લોકોના આરોગ્યની ચિંતા કરી છે: વિજયભાઈ રૂપાણી
પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ પ્રંસગે હાજર રહેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર રાજકીય જ નહિ પરંતુ ભાજપે ખરા અર્થમાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સૌપ્રથમ કોરોનાને અટકાવ્યો હતો અને લોકો કોરોનાથી વધુ હેરાન ના થાય તેવા પરતા પ્રયત્નો કર્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટમાં એઇમ્સ બાદ હવે પરવાડીયા હોસ્પિટલનું નિર્માણ થયું છે જેથી યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. સૌરાષ્ટના લોકોને તાત્કાલિક સારવાર માટે હવે અમદાવાદ નહિ જવું પડે અહીં જ તમામ સુવિધા મળી રહેશે. આ માટે હું હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ,પ્રમુખ અને તમામ સ્ટાફને અભિનંદન પાઠવું છું.
- પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાને પ્રથમ હરોળમાં સ્થાન
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલને વડાપ્રધાનની બાજુમાં બેસાડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે જસદણના આટકોટ ખાતે શ્રી કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પધાર્યા છે સ્ટેજ પર વડાપ્રધાનની સાથે પ્રથમ હરોળમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાને સ્થાન આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને વડાપ્રધાનની આજુબાજુમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ હરોળમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, પુરૂષોતમભાઇ રૂપાલા, કેન્દ્રીય રાજયમંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજય સરકારના પ્રવકતામ અને કેબિનેટ મંત્રી જીતુભાઇ વાધાણી, રાજયમંત્રી ઋષિકેશભાઇ પટેલને સ્થાન આપવામાં આવ્યું હતું.
સ્ટેજ પર વડાપ્રધાન સાથે બીજી હરોળમાં કે.ડી. પરવાડીયા હોસ્5િટલના ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા ઉપરાંત રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાને સ્થાન આપવામાં આવ્યું હતું.
વડાપ્રધાન બન્યાં બાદ મોદી બીજી વખત જસદણ તાલુકામાં આવ્યા
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ મોદી આજે બીજી વખત જસદણ તાલુકામાં આવ્યા છે. અગાઉ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર વખતે જસદણમાં વિછીયા રોડ ઉપર કાળાસર ગામના પાટીયા પાસેના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ચૂંટણી સભા યોજાઈ હતી. જેના સાડા ચાર વર્ષ બાદ આજે બીજી વખત વડાપ્રધાન મોદી જસદણ તાલુકામાં આવ્યા છે. જો કે વડાપ્રધાન બન્યા બાદ મુખ્યમંત્રી તરીકે અગાઉ નરેન્દ્રભાઇ મોદી ચાર વખત જસદણ આવી ચૂક્યા છે.
મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્રભાઈ પટેલ પહેલીવાર જસદણ આવ્યા
રાજ્યના મુખ્યમંત્રી તરીકે સતારૂઢ થયાબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સૌપ્રથમ વખત જસદણ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આજે આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અગાઉ ક્યારેય પણ જસદણ તાલુકામાં આવ્યા નથી. તેઓ આગામી આજે સૌપ્રથમ વખત જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત કેડીપી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જસદણ તાલુકાની આ સૌ પ્રથમ મુલાકાત બની હતી.
બે કલાકમાં બે લાખ લોકો ભોજન કરી શકે તેવી વ્યવસ્થા
જસદણ તાલુકાના આટકોટ ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે હોસ્પિટલના ઉદ્ઘાટન અને વક્તવ્ય બાદ અંદાજે અઢી લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. બુંદી, મોહનથાળ, રોટલી, શાક, દાળ, ભાત,છાશ અને સંભારો સાથેની ફુલ ડીશ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન વ્યવસ્થાની વિશિષ્ટતા એ છે કે અંદાજે અઢી લાખ લોકો માત્ર અઢી કલાકમાં જમી શકે તે પ્રકારે 250 થી વધારે કાઉન્ટર, દોઢસો થી વધારે રસોઈયા તેમજ ત્રણ હજારથી વધારે સ્વયંસેવકોની શીસ્તબધ્ધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
‘સહકાર સે સમૃધ્ધી’ સંમેલનને સંબોધશે: નેનો યુરિયા પ્લાન્ટનું ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત પર છે. બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ’સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.
પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ’સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે. રાજકોટના આટકોટમાં પ્રધાનમંત્રીમાતુ કે.ડી.પી. મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની મુલાકાત પ્રધાનમંત્રીશ્રી દ્વારા લેવામાં આવી રહી છે, તેનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચતમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી પ્રધાનમંત્રી જાહેર સમારોહમાં સંબોધન કરશે.