- ગુજરાત : આ શહેરમાં રિક્ષા માટે મીટર ફરજિયાત
- 4 દિવસમાં 3795 કેસ નોંધાયા
- 21 લાખથી વધુનો દંડ વસૂલ્યો
- રિક્ષામાં મીટર ફરજિયાત બન્યું
ગુજરાત અમદાવાદ રિક્ષા મીટર ફરજિયાતઃ 1 જાન્યુઆરીથી ગુજરાતના અમદાવાદમાં રિક્ષાચાલકો માટે એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત બનાવાયા હતા.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ગત મહિને જાહેર કરવામાં આવ્યું હતું કે 1 જાન્યુઆરી 2025થી શહેરના રસ્તા ઉપર ફરતી ઓટોરિક્ષામાં ફરજિયાત પણે મીટર લગાવવાનું રહેશે તથા જો કોઈ રિક્ષા ચાલક નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ ચૂકવવું પડશે. જેને લઈને ગત એક જાન્યુઆરી 2025ની સાંજથી જ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવનું આયોજન કરીને કાલુપુર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં મીટર વગર ફરતી રિક્ષા પકડીને રિક્ષા ચાલકને દંડ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ
શહેરમાં લગભગ બે લાખથી પણ વધુ ઓટોરિક્ષા ફરે છે. ત્યારે મુસાફરોને વધુ રૂપિયા ન ચૂકવવા પડે અથવા તો તેમની સાથે ભાડાને લઈને કોઈ છેતરપિંડી ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરજિયાત પણે રિક્ષામાં મીટર લગાવવા સૂચન કરવામાં આવ્યું હતું. તેમ છતાં હજુ પણ કેટલાક રિક્ષાચાલકો મીટર વગર જ ફરતા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેમની સામે લાલ આંખ કરવામાં આવી છે.
મીટર વગર ચાલતી 3,795 રિક્ષાચાલકોની અટકાયત
ગત 1 જાન્યુઆરી 2025થી શરૂ કરવામાં આવેલી ડ્રાઈવમાં મીટર વગર ચાલતી કુલ 3,795 રિક્ષાની અટકાયત કરીને રિક્ષાચાલકો પાસેથી કુલ રૂ. 21,09,200ની દંડની રકમ વસૂલ કરવામાં આવી છે. એટલે કે મીટર વગરની રિક્ષામાંથી ટ્રાફિક પોલીસે લાખોનો દંડ વસૂલ કર્યો છે.
તેથી હજુ પણ જો કોઈ રિક્ષાચાલક મીટર વગર રિક્ષા લઈને રસ્તા ઉપર ફરતા જણાશે, તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફક્ત ચાર દિવસમાં જ 21 લાખ રૂપિયા કરતાં વધુ દંડ ફક્ત મીટર વગરની રિક્ષાચાલકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.
- 21 લાખ રૂપિયા કરતાં વધુનો દંડ વસૂલાયો
- વર્ષ 2025ની શરૂઆતથી જ ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ કરવામાં
વર્ષ 2025ની શરૂઆતથી જ ટ્રાફિક પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી આ ડ્રાઈવમાં ગત 2 જાન્યુઆરી 2025ના રોજ રિક્ષામાં મીટર ન લગાવવા બાબતે 1,184 કેસ કરવામાં આવ્યા હતા. જેમાંથી રૂ. 5,92,000ની રકમ વસૂલ કરવામાં આવી હતી અને 9 રિક્ષાને ડિટેઇન કરવામાં આવી હતી. તથા 3 જાન્યુઆરી 2025ના રોજ 1,396 રિક્ષા સામે મીટર ન લગાવવા બાબતે કેસ કરીને રૂ. 8,01,900ની રકમ વસૂલ કરવામાં આવી હતી અને 4 જાન્યુઆરી 2025ના રોજ 1,225 રિક્ષા માટે મીટર ન હોવા બાબતે કેસ કરીને કુલ રૂ. 7,15,300ની રકમ વસૂલ કરવામાં આવી હતી.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ અંતર્ગત રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના શહેરોને સંગઠિત કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત અમદાવાદના રિક્ષાચાલકો માટે નવા વર્ષ 2025માં એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. નવા નિયમ મુજબ શહેરના તમામ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત બનાવાયા છે. 1 જાન્યુઆરીથી અમલી બનેલા આ નિયમનો કડક અમલ કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 4 દિવસમાં મીટરના ભંગ બદલ 3795 રિક્ષાઓ પકડાઈ છે, જેના કારણે કુલ 21 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
21.09 લાખનો દંડ વસૂલ્યો
1 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધીની કાર્યવાહી પર નજર કરીએ તો આ ચાર દિવસમાં રિક્ષાઓ સામે કુલ 3795 મીટર સંબંધિત કેસ નોંધાયા છે, જેના દ્વારા 21.09 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.