ગુજરાતમાં મોટી સંખ્યામાં ડોકટરોની તંગી અને તબીબી અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી કેગ દ્વારા રાજય સરકાર પાસે હેલ્થકેર ડિલિવરી સીસ્ટમ અંતર્ગત કેટલીક પ્રપોઝલ તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું હતુ જેને પગલે ૭૫૦ કરોડ ફંડ પેટે રાજય સરકાર ને મળવાપાત્ર હતા જોકે રાજય સરકારની નિષ્ક્રિયતાને કારણે પ્રપોઝલ સબમીટ થઈ નહી અને ૩૯૦૦ મેડીકલ સીટ ગુજરાતનાં હાથમાંથી સરી ગઈ જો ગુજરાતને આ સીટ મળી જાત જો ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓનું ભાવી ઉજજવળ બની જાત.
તબીબી શિક્ષણ વિશ્ર્વભરમાં ખૂબજ મહત્વનું છે. કેગ દ્વારા પ્રથમ વખત મોટા પ્રમાણમાં શિક્ષકોને સરકારી મેડીકલ કોલેજમાં ટ્રાન્સફર આપી છે.
તો બીજી તરફ મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા કેટલીક મેડીકલ કોલેજોનાં લાયસન્સ પણ રદ કર્યા છે. એમસીઆઈના નોર્મસ પ્રમાણે ટીચીગ અને કલીનીકલ પોસ્ટીંગ અને વિદ્યાર્થીઓને કલીનીકલ ક્ષેત્રમાં ટ્રેનીંગમળે તે માટે વિવિધ મેડીકલ કોલેજોને વિકસાવવાની તરફેણ કરે છે.
રાજય સરકાર દ્વારા તબીબી સંશોધનોનાં વિકાસ માટે ઘણા બધા વચન આપવામાં આવ્યા પરંતુ કોઈ દિશાનિર્દેશ તૈયાર કર્યો ન હોવાથી ૫ મેડીકલ કોલેજો હાથમાંથી સરી ગઈ મહત્વનું છે કે ૨૦૧૪ બાદ રાજય સરકાર દ્વારા એક પણ તબીબી સંશોધન અભ્યાસ કર્યો નથી જો કે કેગ દ્વારા ગુજરતામાં જામનગર સુરતની સીવીલ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી જેમાં ઈમરજન્સી વિભાગમાં આઈસીયુ જ ન હોવાનું જાણવા મળ્યું હતુ.