વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત રાજ્ય સરકારનો ગૃહવિભાગ એક્શન મોડમાં આવી ગયેલ છે. પોલીસના વિવિધ વિભાગોમાં બદલી તેમજ પ્રમોશન શરૂ કરી દેવામાં આવ્યા છે. એ જ શ્રેણીમાં હવે ગૃહ વિભાગ દ્વારા પી.આઇ.માંથી ડી.વાય.એસ.પી.ના પ્રમોશન આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આઠ વર્ષથી વધુ અનુભવ થયો હોય તેવા 120 જેટલા પી.આઈ.કક્ષાના અધિકારીઓની માહિતી મંગાવવામાં આવી છે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાત દિવસની અંદર આ વિગતો મોકલી આપવા દરેક જિલ્લા પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
આ તમામ વિગતોના આધારે લાયકાત ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપી તરીકેના પ્રમોશન આપી શકાય તેમ છે. જે 120 જેટલા પી.આઈ કક્ષાના અધિકારીઓની પ્રમોશન માટે પસંદગી કરીને તેઓની માહિતી મંગાવવામાં આવી છે, તેની યાદી આ પ્રમાણે છે.