સરકાર CAAના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે

આવતીકાલે 10મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનું છે. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલાં સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે.

બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ આપનાવે તેવી શક્યતા છે. જેથી વિધાનસભાનું એક દિવસીય સત્ર તોફાની બને તેવી પ્રબળ શક્યતા છે.

CAA બિલ સામે દેશભરમાં હાલમાં વિરોધ ચાલી રહ્યો છે. બંગાળથી લઇને ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધી આ કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. જેની તૈયારી પણ આદરી ચૂકી છે. ગુજરાતે આ કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ પાસ કરી દીધો તો તે દેશનું પ્રથમ રાજ્ય બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.