પાણીના એક બેડા માટે જીવ જોખમમાં મુકવો પડે છે
તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તાર એવા ૭૫૦ ની માનવ વસ્તી ધરાવતું કુંડા ગામ જેમાં પ્રામિક સુવિધા એટલે કે ભર ઉનાડે પીવાના પાણીની સમસ્યાી આ ગામની મહિલાઓ ખૂબ જ હેરાન છે. ખાસ કરીને ડુંગર વિસ્તારએ પોતાની આગવી ઓળખ ધરાવતું હોય છે. તેમ છતા આદિવાસી વિસ્તારના કુંડા ગામમાં એકપણ હેંડ પમ્પ ની અને કોઈ બોર પણ ની. હાલ ભર ઉનાળે ગામની મહિલાઓ પાણી માટે બાજુની ૧૦૦ મીટર ઉંડી ખીણમાં પાણી લેવા માટે જીવના જોખમે લેવા જાય છે.
નર્મદાનું પાણી આ ગામી જોઈ શકાય છે પરતુ પાણી તેમને મળી શકતું ની. તંત્ર દર વખતે પાણીની સમસ્યા સામે સરકારી તંત્ર ફક્ત ઠાલા વચનો આપે છે અને વેહલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાત્રી આપે છે તેમ છતા કોઈ આયોજન કરાતું ની. છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરીએ ફકત પાણી બાબતે બેઠકો યોજાઇ છે. હાલ છોટાઉદેપુર જિલ્લાના પાણી પુરવઠાના અધિકારીઓ આજ સુધી કુંડા ગામની મુલાકાત લીધી ની. જિલ્લાનું વહીવટી તંત્ર કુંડા ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે સ્માર્ટ સિટી અને ગામડાની વાતો કરતી સરકારનાં અધિકારીઓ આ ગામડાની મુલાકત જ ની લીધી.