ધો. 9 થી 1ર ની ર00 છાત્રોએ મહેંદી મૂકવાની લીધી તાલીમ: પ્રોટ્રેટ મહેંદીનું અનેરૂ આકર્ષણ
‘અબતક’ દ્વારા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ લાખો લોકોએ નિહાળ્યું
કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે વિઘાર્થીનીઓ માટે મહેંદી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સ્કુલની 200 થી વધુ વિઘાર્થીનીઓ જોડાઇ હતી અને ઉત્સાહ ભેર કાર્યક્રમમાં પોતાની અંદર રહેલી કલાને હાથમાં કંડારી હતી. મહેંદી સ્પર્ધામાં અવનવી ડિઝાઇન વિઘાર્થીનીઓ દ્વારા હાથમાં મુકવામાં આવી હતી. તેના પણ અત્યારના ટ્રેન્ડ પ્રમાણેની પોટ્રેટ મહેંદીએ આકર્ષણ જગાવ્યું હતુ. હાલ મહેંદીને વિઘાર્થીનીઓ આગળ ભવિષ્યમાં પોતાનો વ્યવસાય બનાવી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
કાંતા સ્ત્રી વિકાસ ગૃહના પ્રિન્સીપાલ જયશ્રીબેન વોરા દ્વારા દિકરીઓને દરેક ક્ષેત્રના આગળ વધે અને પોતાની નામના મેળવે તે મુખ્ય હેતુ છે. અને દિકરીઓ દરેક ક્ષેત્રમાં નદીની જેમ વહી આગળ વધે તેવા અનેક પ્રયત્નો કરી આવી અનેક પ્રવૃતિઓનું આયોજન શાળા ખાતે કરવામાં આવે છે. મહેંદી સ્પર્ધામાં ખાસ મહેેંમાનોની ઉપસ્થિત રહ્યા હતા. જે મહેંદી ક્ષેત્ર આગવી કલાકારી દર્શાવી હતી. જેમાં દાંતના ડોકટર ગૌરવભાઇ ગોહિલ ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. ગૌરવભાઇ પોતે ડેન્ટીસ્ટ હોવા છતાં પોતાના શોખ માટે પોતાનામાં રહેલી કલા લોકો સામે અવનવી ડિઝાઇન રુપે રજુ કરે છે. સાથે જ ખાસ અમદાવાદથી મિરલબેન પટેલ જે પોતે મહેંદી ડિઝાઇન મા પણ કંઇક અલગ કરી બતાવે છે તેઓ મહેંદી ડિઝાઇનમાં જે હાલ વધુ પડતા ક્રેઝમાં જોવા મળતી પોટ્રેટ મહેંદીની અવનવી ડિઝાઇન હાથમાં કંડારી આપે છે. મહેંદી સ્પર્ધામાં જોડાયેલી તમામ વિઘાર્થીનીઓ આ કાર્યક્રમ થકી પ્રેરણા મેળવી ભવિષ્યમાં આ કલાથી પોતાની રોજગારી મેળવી શકે તે માટે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું હતું.
ભણતરની સાથે અન્ય કલા ક્ષેત્રમાં પણ આજે સ્ત્રીઓ આગળ વધી રહી છે. આજના આધુનિક યુગમાં વિવિધ પ્રકારની મોર્ડન મહેંદી ડીઝાઇન્સ નો ક્રેઝ યુવતિઓમાં જોવા મળે છે. પોટ્રેટ તેમજ અલગ અલગ પ્રકારના ચિત્રો જીવંત દર્શાવતી મહેંદી પણ પાડવામાં આવે છે. આજના આધુનિક યુગમાં મહેંદીની કળાએ વ્યવસાય તરીકે પણ વિકસીત થઇ છે. આજના આધુનિક યુગમાં ફકત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરૂષો માટે પણ મહેંદી આકર્ષણનું કેન્દ્ર છે. આ સેમીનારમાં વિશેષ હાજરી આપેલ ડેન્ટીસ્ટ ડો. ગૌરવ ગોહેલ પણ મહેંદી મુકવાના નિષ્ણાંત હતા જેઓ ખુબ જ સુંદર રીતે જીણવટ પૂર્વક મહેંદીની ડીઝાઇન દીકરીએના હાથમાં બનાવી રહ્યા હતા. તથા તેમણે જણાવ્યું હતું કે તેઓ અવારનવાર મહેંદી સ્પર્ધા તેમજ સેમીનારનું આયોજન પણ કરે છે.