કોરોના વોરિયર્સને લાખ લાખ વંદન… કામગીરીને
બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
દેશ આખો કોરોનાની મહામારીથી ચિંતિત છે ત્યારે કોરોનાના આ કપરા કાળમાં ડોકટર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા રાત-દિવસ પાતેની પરવા કર્યા વીના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સરકાર, તંત્ર તથા ડોકટર્સના પ્રયાસો થકી આપણે કોરોનાની ચેઈન તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકો પણ હવે સાવચેત થઈ રહ્યા છે. જાગૃતતા સર્તકતા થકી, સ્વયંભૂ લોકડાઉન થકી કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ દેશભરમાં કોરોના વેકસિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડોકટર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સહિત તમામ ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના જેવા ઘાતક વાયરસ સામે લડવામાં સુપરહિરો સાબિત થયા છે. કોરોનાની આ લડાઈમાં ફ્રન્ટલાઈન વોરીયર્સનું યોગદાન ખૂબજ મોટું રહ્યું છે. તેમના અથાક પ્રયત્નો થકી આપણે કોરોનાની મહામારીને નાથવાનાપૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતને કોરોના મુકત કરવા ડોકટર-નર્સ, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફે રાત-દિવસ એક કર્યા
અબતક દ્વારા ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના ડરમાંથી લોકો બહાર આવે અને કોરોના પ્રોઝીટીવ નહી પરંતુ બી પોઝીટીવ રહી કોરોનાને માત આપીએ સાવચેત રહી જાગૃત રહી, ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાને માત આપીએ અબતક દ્વારા શરૂ કરવામાં આવેલ મુહિમને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિરદાવી હતી. સાથોસાથ સામાજીક સંસ્થાઓ, આગેવાનો, શ્રેષ્ઠીઓ મુહિમમાં જોડાયા છે.
કોરોના શરીરમાં તો ઠીક મગજમાં ધુસે તો ‘પ્રાણ’ હરી લે છે: મિલન મીઠાણી
કોરોના 100 ટકા માનસિક રોગ છે.કોરોના ને મગજ માં લેવામાં આવે તો માણસ જીવ ગુમાવી બેસે છે.પરંતુ હું 26 દિવસ સારવાર લઈ રહ્યો હતો મારા મિત્રો મારી પાસે બેસવા આવતા તે કોઈ પણ વ્યક્તિ ને પોઝિટિવ નથી આવ્યો .ત્યારે મારી અપીલ છે કે કોરોના થી ડરવાની કોઈ જ જરૂર નથી આત્મવિશ્વાસ જ હાલ આપણું હથિયાર છે.ઈશ્વર માં એટલી તાકાત છે કે શ્રદ્ધા થકી આપણે ગમે તે મહામારી ને હરાવી શકીશું.
સ્વયંભૂ લોકડાઉનએ કોરોનાની ચેઈન તોડી: ઉના નગરપાલિકા ઉપપ્રમુખ
ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોષીએ જણાવ્યું હતુકે, કોરોના કેસોમાં જેવો વધારો આવ્યો એટલે તરત જ અમે લોકોને 5 દિવસનું સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું હતુ. ત્યારબાદથી વેપારી મંડળો અને નગરપાલિકાના સહયોગથી જાગૃત થઈ બપોર બાદ તમામ ધંધારોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો તેમજ અમારી ટીમ દ્વારા જરૂરીયાત મંદ લોકોને ઓકિસજન બોટલ પહોચાડીએ છીએ. કોરોના કેસો આવતા જ વેપારીઓ અને લોકો જાગૃત થયા અને સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું તેમજ નગરપાલિકા દ્વારા આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરતા કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ લોકોને અપીલ કરીશ કે વેકસીનેશન ચોકકસથી કરાવો.
આદ્યત્મિક જીવન થકી દરેક તકલીફ નો સામનો કરી શકાય: રામકૃષ્ણ આશ્રમ નિખિલેશ્ર્વરાનંદજી
રામકૃષ્ણ આશ્રમના નિખિલેશ્વરાનંદએ અબતક સાથેની વાતચિત માં જણાવ્યું કે અબતક મેડિયા દ્વારા ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું મુહિમ શરૂ કરાયું છે જેને બિરદાવુ છે.ખાસ તો આપણે ક્યાંક આપણા ભગવાનને યાદ કરવાનું ભૂલી ગયા છીએ. માણસ પર મુસીબત આવે ત્યારે જ આપણે ભગવાન ને યાદ કરે છે. ત્યારે પ્રભુ ના ચરણો માં વંદન કરી નિત્ય પ્રભુ ભજન કરી પ્રભુ ના ચારણો માં પ્રાથના કરીએ. ખાસ સાવધાની અગત્યની છે માટે સરકારની ગાઈડલાઈન નું પાલન કરી આપણે કોરોના ને હરાવવાનો છે. લોકો ની માનસિકતા હજુ પણ સુદ્રઢ બનાવવા પુસ્તક વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી મનોબળ મજબૂત બને. ખાસ નિયમિત રીતે ભગવાનનું સાધન ભજન કરવું જ જોઈએ.
વેકસીનેશન, રોગપ્રતિકારક શકિત અને જનજાગૃતિએકોરોનાનો ગ્રાફ નીચે લાવી દીધો:
કેશોદના તબિબોનો મત
સાંગાણી હોસ્પિટલના ડો. રાજેશ સાંગાણી એ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી કોરોના કેસો વધી રહ્યા છે તેને કારણે હર્ડ ઇમ્યુનિટી આવી છે. સાથેજ વેકસીનેશન શરૂ થયું છે. ખાસતો લોકોમાં જાગૃતતા આવવાના કારણે કોરોનાનો ગ્રાફ નીચે આવતો જોવા મળ્યો છે. છેલ્લા 2 દિવસથી કોરોના કેસોમાં 10થી 20 ટકાનો ઘટાડો આવતો જોવા મળ્યો છે. ત્યારે આમજ જાગૃત રહી જરા પણ કોરોના સંક્રમણ લાગે તો એમડી ડોકટરની સલાહ ચોક્કસથી લેજો. સાથોસાથ કોવિડ કેર સેન્ટરમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજવતા દિનેશભાઈ મોરીએ જણાવ્યુ હતું કે.. કેશોદમાં છેલ્લા 2 દિવસમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ જાગૃતતાની જરૂર છે. લોકોને જરા પણ કોરોનાની લક્ષણ દેખાય તરતજ ડોકટરની સલાહ લેવી અને માસ્ક પહેરવું. કોરોનાનો સામનો કરવાનો છે તેમનાથી ડરવાને બદલે યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવી. કોરોનાથી ડરવાની બદલે જાગૃત રહેવાથી કોરોનાને ચોક્કસ હરાવી શકશું. કહેવત છેને જો ડર ગયા વો મર ગયા માટે હિંમત રાખી હમેંશા હકારાત્મક વિચાર રાખવા.
ફ્રન્ટલાઇન વોરિયર્સએ રાત દિવસ કામ કરી કોરોના ઘટાડયો: મોદી સ્કુલ
દેશમાં આવેલી મહામારીને નાથવાના સો ટકા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.લોકોમાં હવે જાગૃતતા આવી છે. ડબલ માસ્ક, પહેરવાનું, આયુર્વેદિક, હોમિયોપેથીક, એલોપેથીકમાં સારવાર કરાવી લોકો પોતાના સ્વાસ્થ્યની તકેદારી રાખી રહ્યા છે. આંશિક લોકડાઉનએ પણ કોરોનાની ચેઈન તોડી છે. આપણા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડોકટર, નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે.તે સરાહનીય કામગીરી છે. તેને અભીનંદન પાઠવું છું અબતક દ્વારા શરૂ કરવામાં આવેલ મુહિમ ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુંમાં અમે જોડાયા છીએ. અને લોકોને પણ જોડાવા અપીલ કરીએ છીએ.