ગુજરાતના યુવાનો જાગૃત થઇ વેક્સીન લેવામાં ઉત્સાહ દાખવ્યો
કોરોનાની મહામારીમાં સરકાર તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર અતિગંભીર છે. ત્યારે હવે લોકો સમજતા થયાં છે. જાગૃતતા સર્તકતા આવી છે. કોરોનાની ચેઇનને તોડવા સ્વૈચ્છીક લોકડાઉન, ગાઇડ લાઇનનું પાલન કરવું વગેરે બાબતો પણ સર્તકતા દાખવી રહ્યાં છે. હાલ કોરોના રીકવરી રેટ વધી રહ્યો છે જે હાલ દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેકસીનેશન ઝુંબેશ ચાલી રહી છે. યુવાઓ ઉત્સાહભેર વેકસીન મુકાવી રહ્યાં છે. તંત્રના પ્રયાસો અને લોકોની જાગૃતતા અને સર્તકતાથી ગુજરાતમાં કોરોનાને ભગાડીશું છેલ્લા એક અઠવાડીયામાં કોરોના રીકવરી રેટ વઘ્યો છે. મૃત્યુ દરમાં ઘટાડો થયો છે.
આંશિક લોકડાઉ એ લોકોનું સંક્રમણ થતું અટકાવી નવા કેસોમાં
50 ટકાનો ઘટાડો કર્યો: IMAરાજકોટ ડોકટર ટિમ
સમગ્ર રાજ્ય કોરોના મહામારી માંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આંશિક લોકડાઉન ખૂબ ફાયદાકારક સાબિત થયું છે નવા કેસોમાં 50 ટકા નો ઘટાડો થયો છે લોકો સતર્ક થયા છે અને લોકડાઉન નું પાલન કરી રહ્યા છે આંશિક લોકડાઉન થી લોકોનું સંક્રમણ થતું અટક્યું છે જે ખરા અર્થમાં અત્યારે જરૂરી છે તેમજ હાલ નવા કેસ નો ઘટાડો પણ આના કારણે જ આવ્યો છે હજુ આપણે સતર્ક બનવાનું છે લોકડાઉન નું ચુસ્તપણે પાલન કરવાનું છે અને આસપાસની આપણી જવાબદારીઓને નૈતિક ફરજ સમજી નિભાવવાની છે અત્યારે કહી શકાય છે ખરા અર્થમાં ગુજરાત જાગ્યું છે સૌરાષ્ટ્ર જાગ્યું છે રાજકોટ જાગ્યું છે અને ભાગ્યો છે.
જાગૃતતા આવતા આગામી 18 દિવસમાં જ વોકહાર્ટના બેડ ખાલી થતા જોવા મળશે:
વોકહાર્ટ કોવિડ સેન્ટર ડોકટર ટિમ
છેલ્લા અઠવાડિયામાં કોરોના ના કેસો માં ઘટાડો જોવા મળી રહ્યો છે નવા દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ જ સીટી સ્કેન પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને બેડ ની પણ વ્યવસ્થા મળી રહે છે એનું એકમાત્ર કારણ લોકોની સ્વયં શિસ્થ છે સરકારના અને કોવિડ 19 ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અત્યંત જરૂરી છે. વોકહાર્ટ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરના ડોક્ટર્સ ડો.સમીર, ડો.નિધિ તેમજ નર્સિંગ સ્ટાફના મહાવીરે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર ખુબજ ઘાતક સાબિત થઈ છે કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર સારવારમાં અહીં આવે છે. ગુજરાતમાં એજ્યુકેટેડે લોકોજ સૌથી ગંભીર ભૂલો કરે છે. બીજી લહેરમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ખુબજ હોઈ કેસો વધી રહ્યા હતા. પહેલા કરતા છેલ્લા થોડા દિવસોમાં રિકવરી રેટમાં 50% નો વધારો થયો છે.તમામ ડોક્ટર્સ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે કે પોઝીટીવીટી ખુબજ મહત્વની છે.અબતક મીડિયા દ્વારા ચલાવવામાં આવેલ ગુજરાત જાગ્યું ,કોરોના ભાગ્યું અભિયાનને અમારો સંપૂર્ણ સપોર્ટ છે.હંમેશા સોશિયલ ડિસ્ટન્સ જાળવો, કામ સિવાય ઘરની બહાર ન નીકળો તેમજ સમય મળ્યે વેક્સીન અવશ્ય લો.
રિકવરી રેટ વધ્યો, છેલ્લા અઠવાડીયામાં 33 જેટલા દર્દીઓને રજા આપી:
ડો. યતીન સવસાણી (પરમ હોસ્પિટલ)
અબતક સાથેની વાતચીતમાં પરમ હોસ્પિટલના ડો. યતીન સવસાણી એ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ થી કોવિડ પેશન્ટ ની સારવાર કરીએ છીએ. અમારે ત્યાં 33 બેડ ની વ્યવસ્થા છેજેમાં 9 વેન્ટિલેટર બેડ છે. જેટલા દર્દીઓ અમારી પાસે આવે છે ડરેલા હોઈ છે. તેઓ સતત પેનિક થતા હોય અમે તેમને કાઉન્સેલિંગ કરી પોઝીટીવ વાતાવરણ પૂરું પાડીએ છીએ.જેને ઓક્સિજન ની જરૂરત છે તેવા જ પેશન્ટ ને પરમ માં એડીમીટ કરીયે છીએ.બધા જ વ્યક્તિ ઓને હોસ્પિટલમાં દાખલ થવું પડે તે જરૂરી નથી એમડી ફિઝિશિયન ની સલાહ મુજબ ઘરે સારવાર થઈ શકે છે સીટી સ્કેન પોઝિટિવ આવ્યા ના પાંચ થી છ દિવસ બાદ કરાવો જોઈએ. છેલ્લા એક અઠવાડિયા માં અમે 40 પેશન્ટને એડીમીટ કર્યા હતા. જેમાં થી 35 જેટલા દર્દી ઓને રજા કરી છે.અને જે વેન્ટિલેટર પર દર્દી ઓ હતા તેને પણ બહાર લાવ્યા છીએ.લોકોએ ડરવા કરતા યોગ્ય સારવાર સાવચેતી સાથે સતર્કતા સાથે કોરોના ને હરાવીએ.
પ્રયત્ન સાથે પ્રાર્થના પણ કોરોના ભગાડવામાં જરૂરી: ડો.સંજય
દેસાઈ, ડો.પ્રતિક્ષા દેસાઈ (પાયલ મેટરનિટી હોસ્પિટલ)
પાયલ મેટરનીટી હોસ્પિટલના ડાયરેક્ટર ડો.દેસાઈ દંપતીએ કોરોના મહામારીમાં 2 કોવીડ સેન્ટરો ચલાવી 400 દર્દીઓના જીવ બચાવ્યા છે. અબતક મીડિયા સાથેની વાતચીતમાં ડો.દેસાઈ દંપતીએ જણાવ્યું હતું કે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું એ ખુબજ સરાહનીય અભિયાન છે.દરેક વ્યક્તિ પ્રોપર ધ્યાન આપે તો કોરોનાને ભાગવું જ પડશે. છેલ્લા દોઢ વર્ષમાં અમે 2 કોવિડ સેન્ટરો તૈયાર કર્યા જેમાં 400 કોરોના દર્દીઓની ટ્રિટમેન્ટ કરી છે.અત્યારે કોવિડનો ઢળતો સુરજ દેખાઈ રહ્યો છે.આપણી જાગૃતિ થકી કોરોનાનાં કેસો ઘટ્યા છે.
કોવિડ સેન્ટરોમાં નર્સિંગના સ્ટાફની સક્રિયતાએ કોરોનાને ઘટાડવામાં રંગ રાખ્યો:
કામદાર નર્સિંગ કોલેજ
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ અજગરી ભેરડો લીધો છે જેની ચેઇન હોવી તૂટવાની ત્યારીઓ ચાલી છે ત્યારે દેશમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ જે રીતે કામગીરી કરી રહ્યું છે તે ખૂબ સરાહનીય છે મને ગર્વ થાય છે કામદાર નર્સિંગ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ હાલ પોતાના જીવના જોખમ ની પરવા કર્યા વગર આ મહામારીમાં લોકસેવા હેતુથી તેઓ હાલ દર્દીઓને કોવિડ સેન્ટર ખાતે સારવારમાં મદદરૂપ બન્યા છે કામદાર કોલેજના આ 300 વિદ્યાર્થીઓની અત્યારે કામગીરી શહેરના વિવિધ કોવિડ કેર સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે દિવસ-રાત પોતાની નર્સિંગની જવાબદારી નિભાવી રહ્યા છે આ સાથે અમારો કોલેજ નો સ્ટાફ ,હોમિયોપેથીના વિદ્યાર્થીઓ, ફિઝ્યોથેરાપી ના વિદ્યાર્થીઓ પણ આ જ સેવાની અંદર જોડાયા છે.
યોગ્ય સમયે સારવાર સાવચેતી સતકર્તાની કોરોનાને માત આપીશું: ડોકટર્સ (મહુવા)
યુનિટી ડોકટર હાઉસ ખાતે સેવા આપતા ડો. શાંતિ આહીર(ફિઝીસિયન) એ જણાવ્યું હતું કે કોવિડ કેર સેન્ટર છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં કાર્યરત છે. જેમાં સરકારે 25 બેડ ફાળવ્યા છે. કોરોનાની બીજી લહેર છેલ્લા 1 મહિનાથી ખૂબ ફેલાઈ રહી છે. લોકો પરેશાનીમાં મુકાયા છે. અમારી પાસે પણ ઘણા બધા કોરોના કેસો આવ્યા છે. જે દર્દીને ખરે ખર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય છે. તેમને જ હોસ્પિટલમાં દાખલ કરતા હતા. પરંતુ હવે લોકો જાગૃત થયા છે. અને જે પેસેન્ટની ક્રિટિકલ સ્થિતિ નથી તે પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. અમારે તેમને કહેવું પણ પડતું નથી. સદગુરુ હોસ્પિટલના જીવરાજ સોલંકી(એમડી ફિઝીસિયન)એ જણાવ્યું હતું લોકોને જેવું લાગે કે તેમનામાં કોરોનાના લક્ષણો દેખાય છે. એટલે તરતજ તે સારવાર લેવા માટે મંડે છે. જે લોકોની જાગૃતતા ખૂબ સારી છે. જે દર્દી ઝડપથી કોરોનાની સારવાર લેવા માટે આવે છે તેમની રિકવરી પણ ઝડપથી આવે છે. લોકોને મારો સંદેશ છેકે કે વ્યક્તિને કોરોના લક્ષણો દેખાય તે ઝડપથી ફિઝીસિયન કે ડોક્ટરનો સલાહ લે અને તેના મંતવ્ય મુજબ સારવાર લેવાનુ શરૂ કરીદે. કોરોના ગાઈડ લાઈનનું હજુ પાલન કરતા નથી તે પાલન કરવાનું શરૂ કરીદે અને પોતાનો અને બીજાનો પણ જીવ બચાવે. પરમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો જીજ્ઞેશ કાતરિયા એ જણાવ્યું હતું કે અત્યારે કોરોના મહામરીની બીજી લહેરમાં 30 થી 55 વર્ષની ઉંમરના એટલેકે જે યુવાન છે તેમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે.
કોરોનાનાં કપરા કાળમાં ખૂબ જ સાવચેતી, સમજદારી અને ઘણીજ કાળજી પૂર્વક રહેશું તો કોરોના પર ચોક્કસ વિજય મેળવીશું. અત્યારે લોકો સોશિયલ ડિસ્ટનની સાથે સાથે પોતાની ઇમ્યુનિટી વધે તે પણ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. યુવાનો જાગૃત થઈ કોરોનાનો નાથવા માટે ઉત્સાહભેર વેકસીનેશન કરાવી રહ્યા છે. ગ્લોબલ હોસ્પિટલના ડો. રમણિક આહિર એ જણાવ્યું હતું કે..છેલ્લા દોઢેક વર્ષથી ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહિ છે. પરંતુ ભરતમાં જે બીજી લહેર આવી છે. તે છેવાડાના વિસ્તાર સુધી પહોંચી છે. જેનું કારણ ક્યાંકને ક્યાંક લોકોની જાગૃતતા ન હોવાનું માની શકાય છે. ગુજરાતના શહેરો અને ગામડાઓમાં સ્વયંભૂ જાગૃતતા આવી અને સ્વયંભૂ લોકડાઉન કરવા લાગ્યા તેના કારણે છેલ્લા થોડાક દિવસોમાં રિકવરી રેટ ઉંચો આવ્યો છે. તેમજ કેસોમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. જે ખૂબ સારી બાબત કહી શકાય.