સરકારના પ્રયાસો, લોકોની જાગૃતતા અને આંશિક લોકડાઉનથી કોરોનાની તીવ્રતા ઘટી
દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે કોરોનાને નાથવા સરકાર, તંત્ર ડોકટર્સ, મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ સહિત સૌ કોઈ પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં સરકાર દ્વારા રાજયમાં કોરોનાની ચેઈન તોડવા કડક નિયમો લાદવામાં આવ્યા છે. તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા અનેક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાને હરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર અતિ ગંભીર હોવાથી હવે લોકો જાગૃત થઈ ગયા છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈન નિયમોનું લોકો પાલન કરતા થયા છે. માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, સેનેટાઈઝ કરવું વગેરેનું સ્વૈચ્છિક રીતે પાલન કરી રહ્યા છે. ત્યારે અબતક દ્વારા ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યુ મુહિમ શરૂ કરવામાં આવી છે. જેનો સમાજ શ્રેષ્ઠીઓ સંસ્થાઓ આગેવાનો આ મુહીમ આગળ ધપાવવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે.
ટીબીની જેમ કોરોનાને પણ મ્હાત આપી શકાય: ડો. એસ.જી. લકકડ
અબતક સાથેની વાતચીત માં જિલ્લા ક્ષય તબીબી અધિકારી ડો.એસ જી લકકડ જણાવ્યું હતું કે કોરોના એ એક વાયરલ ઇન્ફેક્શન છે. કોઈ પણ ને થઈ શકે છે. વ્યક્તિએ પોતાનો વિલ પાવર, સ્ટેમીના રાખવો જરૂરી છે કોરોના માં શરદી ઉધરસ તાવ આવતા હોય તેમ ટીબીમાં પણ થાય છે ટીબીને એક સમયે રાજરોગ કહેવાતો હતો. શરદી ઉધરસ તાવ આવતું હોય.હવા દ્વારા ફેલાતા ચેપી રોગ છે. કોરોના નેગેટિવ હોઈ અને ટીબી જેવા લક્ષણો દેખાતા હોઈ તો એવા દર્દીઓએ ટીબી માટે પણ નિદાન કરવું જોઈએ.જેથી ટીબી નું નિદાન થઈ શકે. મને પણ કોરોના થયો હતો. મને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો મારા અનુભવની વાત કરું તો લોકો એવું જણાવતા હોઈ છે કે
સિવિલમાં સારવાર સરખી નથી થતી પરંતુ એવું જરાય નથી સમયાંતરે નિષ્ણાત ડોકટરો ચેકઅપ માટે આવે છે. યોગ્ય કાળજી રાખવામાં આવી હતી.અને તેના કારણે હું સ્વસ્થ થઈ ગયો છું.કોરોનાના રીકવરી રેટ વધી રહ્યો છે તે સારું છે સાવચેત રહીએ અને ગુજરાત માંથી કોરોના ને હરાવીએ.
લોકોમાં વેક્સિનેશનની જાગૃતતાએ કોરોનાને હરાવ્યો: પ્રીમિયર ક્લિનિક ઓ.પી.ડી
છેલ્લા થોડાક સમયથી ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી હતી કેસોનો સતત વધારો જોવા મળી રહ્યો હતો બેડની વ્યવસ્થા નહોતી ઓક્સિજન ની અછત જોવા મળતી હતી તેમજ રેમડેસિવર ઇન્જેક્શન ની અછત જોવા મળી રહી હતી બધી જગ્યાએ કતારો જોવા મળી રહી હતી ત્યારે આજે કહી શકાય કે હવે આપણે આ પરિસ્થિતિમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છે લોકો માં જાગૃત આવી રહી છે લોકો સ્વયં શિસ્તનું પાલન કરી રહ્યા છે તેમજ આ મહામારી સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ દિવસ-રાત ત્રણ ગણુ કામ કરી રહ્યા છે આંશિક લોકડાઉન પણ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે લોકોઓ ઇમર્જન્સી કામ સિવાય બહાર નીકળતા બંધ થયા છે કોવિડ 19 ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે આવનારા દિવસોમાં પણ આપણે હજુ સારી સ્થિતિ જોઈ શકીશું હાલ 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓનું વેકસીનેશ ચાલી રહ્યું છે ફરજિયાત દરેકે વેક્સિન લેવું જરૂરી છે અબતક ની ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું આ મુહિમ માં અમે પણ જોડાયા છીએ અને લોકો ને પણ અપીલ કરી રહ્યા છીએ આપ પણ આ મુહિમમાં જોડવો.
પોઝિટીવ નહીં ‘બી’ પોઝિટીવ બનાવવા અમે વિદ્યાર્થી-વાલીઓના ફોનમાં
હકારાત્મક મેસેજ મોકલીએ છીએ: ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કુલ
ગ્રીનવુડ ઇન્ટેતનેસનલ સ્કૂલ ના ડિરેક્ટર મયુરસિંહ જાડેજા એ જણાવ્યું કે ખાસ તો સૌથી પહેલા બાળક માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બને તે માટે પ્રયત્નશીલ છીએ જરૂર પડ્યે જે તે બાળકને વાલી ને કાઉન્સેલિંગ પણ પૂરું પાડીએ છીએ. બાળકો ઘરમાં રહી ને ફિઝિકલ એકસરસાઈઝ કરાવીએ છીએ. એપ્રિલ મહિનાથી કોઈપણ પ્રવૃતિ સાથે કરાવી શિક્ષણ આપવાનું નક્કી કરાયું છે. વાલીઓને તેમના ફોનેમાં નિયમિત પોઝિટિવ મેસેજ સેન્ડ કરાવીએ છીએ. જેથી બાળક પર ખોટી અસર ન પડે.ઉપરાંત હવે ટુક જ સમય માં ફરીથી આપણે સૌ સામાન્ય જીવન જીવીશું.
વિવિધ કસરતોથી ‘પ્રાણવાયુ’ને વધારી શકાય: પ્રતિભા પરમાર (ઓલમ્પસ હોસ્5િટલ)
ઓલમ્પસ હોસ્પિટલ ક્ધસલ્ટન્ટ કાર્ડિયાક ફિઝ્યોથેરાપીસ્ટ પ્રતિમા પરમાર એ જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી હું દર્દીઓ ને વિવિધ શ્ર્વાસ ને લગતી કસરતો કરાવું છું. દવા તથા કસરત થી દર્દી નું ઓક્સિજન લેવલ વધી જાય છે.કોરોના થી ડરવાની જરૂર નથી કોરોના પોઝિટિવ ડીટેક્ટ થયા બાદ તેનાથી લડવું કેમ તે અંગે જ વિચારવું જોઈએ. તુરંત જ સારવાર શરૂ કરવાથી કોરોનાને સરળતાથી મ્હાત આપી શકાય છે.