કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થતાં લોકો ચિંતિત છે. છેલ્લા 5 દિવસથી કોરોના સંદર્ભે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. પોઝીટીવીટી તેમજ જાગૃતતા દ્વારા કોરોના દર્દીઓના રિકવરી રેટમાં વધારો થતાં લોકોમાં પણ ઘણી હિંમત આવી છે.સિવિલ હોસ્પિટલ,સમરસ તેમજ કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના દર્દીઓ સ્વસ્થ બની રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત હવે કોરોના સામેની જંગમાં જાગૃત બન્યું છે.અબતક મીડિયા દ્વારા કોરોનાની આ મહામારીમાં લોકોમાં પોઝિટિવિટી આવે તે હેતુથી “ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું” અભિયાનનો પ્રારંભ કર્યો છે.આ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં સમાજના અગ્રણીઓ ,શ્રેષ્ઠીઓ,સામાજીક સંસ્થાઓ તેમજ અધિકારીઓએ અબતક મીડિયાની આ મુહિમને બિરદાવી છે.અબતક મીડિયા તરફથી પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે માસ્ક પહેરીએ, પોઝિટિવ વિચારો રાખીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ.લોકોની જાગૃતતા કોરોનાને દેશવટો આપશે તે વાતમાં પણ કોઈજ શંકાને સ્થાન નથી.
તંત્રની સજ્જતા અને સુદ્રઢ વ્યવસ્થા કોરોનાની
બીજી લહેરમાંથી રાહત અપાવી દીધી: રેમ્યાં મોહન (કલેકટર)
સમગ્ર રાજ્ય આ મહામારી માંથી પસાર થઈ રહ્યું છે આવતા અઠવાડિયાથી એવું લાગી રહ્યું છે આપણે બધા સાથે મળીને કામ કરીશું તો ઝડપ થી કેસોમાં ખૂબજ ઘટાડો લાવી શકસું હાલ જે રીતે કેસ ઘટી રહ્યા છે. આજે ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. તેમજ ડિસ્ચાર્જ રેટ પણ વધી રહ્યું છે જે ખૂબ સારા સમાચાર છે આપણા બધા જ માટે જો આ જ રીતે આ પરિસ્થિતિ હજુ આગળ ચાલતી રહેશે તો પ્રાણવાયુ અને દવાની જે અછતના પ્રશ્નો સર્જાય છે તેને આપણે પહોંચી વળીશું હાલના સમયમાં પ્રજાએ,પદાધિકારીઓએ , અધિકારીઓએ, સામાજિક સંસ્થાઓ બધાએ સાથે રહી ખભે થી ખભો મિલાવીને એકબીજાની મદદ કરવાની છે જો આપણે આગળ વધીશું તો જ આમાં આપણે સફળ થઈશું અને કોરોના ને આપણે હરાવાનું છે . તબીબી ક્ષેત્ર જેટલા પણ કર્મચારીઓ કાર્યરત છે ડોક્ટર ,નર્સિંગ સ્ટાફ ,મેડિકલ સ્ટાફ, સફાઈ કામદાર થી લઇ જેટલા પણ આ મહામારી ની સામે લડી રહ્યા છે અને લોકોના જીવ ને બચાવી રહ્યા છે. આપણી મદદ કરવા માટે તેઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. રોજની 500 ઓપીડી પણ જોવાતી હોય. 2000 થી 2500 જેટલા દર્દીઓને
જેરીતે મેડિકલ ની ટીમ સારવાર આપી રહી છે. તે ખુબ જ સરાહનીય કામગીરી છે તેની કદર કરવી જરૂરી છે આ મહામારી વચ્ચે તંત્ર દ્વારા ખૂબ જ સરાહનીય ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે ત્યારે અબતક મીડિયા દ્વારા જે મુહિમ ચાલી રહી છે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું જે ખૂબ જ પોઝિટિવ અને સારો મેસેજ લોકોને પહોંચાડી રહી છે જેનાથી લોકો ને પોઝિટિવ મેસેજ અને આત્મવિશ્વાસ મળે છે.હું પણ આ મુહિમ માં જોડાઇ છું અને આપ સૌ પણ આ અભિયાન માં જોડાવાની અપીલ કરું છું
માનસિક સ્વસ્થતા કોરોના ભગાડવા માટે પૂરતું
પી.ડી.યુ. મેડિકલ કોલેજ ડીન – તબીબી અધિક્ષક
રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન ડો.એમ.જે.સામાની એ અબતક મીડિયાના આ પોઝિટિવ અભિયાનને અભિનંદન પાઠવું છું અને અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જે પણ દર્દી કોરોના પોઝિટિવ હોઈ તો તેમને પોતાનું મનોબળ મજબૂત રાખવું જોઈએ આત્મવિશ્વાસની સાથે આ કોરોનાને હરાવીને સ્વસ્થ થવાનું છે કેમ કે શારીરિક સાથે માનસિક પણ સ્વસ્થ રહેવાનું છે.
આ મીની લોકડાઉનમાં ઘરમાં રહેલા લોકોએ પોતાના પરિવાર સાથે મનોરંજનની પ્રવુતિ કરવી જોઈએ અને સરકાર દ્વારા 1 મેં થી શરૂ થયેલ 18 વર્ષ થી વધુ વયના લોકોને વેક્સિન મુકવી જોઈએ અને હવે ગુજરાત જાગી ગયું છે અને લોકો હવે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે સાવચેતીના પગલાં પણ લઈ રહ્યા છે. માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. આ બીજી લહેરમાં ડરીને નહિ પણ પોઝિટિવ વિચારો અને હિંમતની સાથે સ્વસ્થ રહીને કોરોના સામેની જંગ જીતવાની છે. કોરોના મહામારીને પહોંચી વળવા હવે લોકોમાં જાગૃતિ ફેલાય તેના માટે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પીડિયું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાધાકૃષ્ણ ત્રિવેદીએ પણ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આપણે સાથે મળીને હવે કોરોનાને હરાવવું પડશે. વધુમાં સુપ્રીટેન્ડન્ટ ડો.ત્રિવેદીએ કહ્યું હતું કે ’અબતક’ દ્વારા શરૂ કરવામાં આવેલા ’ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું’ અભિયાનને હું બિરદાવુ છું. લોકોમાં હવે ટેસ્ટિંગ માટેની જાગૃતિ દેખાઈ રહી છે. ટેસ્ટિંગ કરાવવા માટે લોકો હવે સામેથી આવી રહ્યા છે. જેના પગલે વહેલી તકે પોઝિટિવ દર્દીઓની સારવાર કરી વાયરસને આપણે ઝડમૂડમાંથી કાઢી શકીએ છીએ. આ સાથે બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં રિકવરીરેટ 20 થી 30 ટકા જેટલો વધ્યો છે. જેના કારણે હવે કોરોનાની સ્થિતિ હળવી થઈ હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
લોકો હવે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે સાવચેતીના પગલાં પણ લઈ રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, બને ત્યાં સુધી કોઈના ઘરે અથવા બહાર જવાનું ટાળવું, માસ્ક પહેરવું, હાથ સેંઇટાઇઝ કરવા જેવા નિયમોનું લોકો ચુસ્તપણે પાલન પણ કરી રહ્યા છે. આ સાથે રાજકોટવાસીઓ વેક્સિન લેવા માટે પણ ઉજાગર થઈ રહ્યા છે. જેના કારણે હવે કોરોના વાયરસને નાથવા માટે વધુ એક રામબાણ શસ્ત્ર સાબિત થયું છે. જેના કારણે હવે નજીકના સમયમાં જ અપને કહેશું કે ’ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું.’
ધનવંતરીથી સજ્જ આરોગ્ય ટીમની જાગૃતતાએ કોરોનાને ભગાડ્યો
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે સરકાર સહિત તમામ લોકો પોતાની રીતે સતત પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોરોના ની મહામારી માં એક જવાબદાર મીડિયા તરીકે અબતક મીડિયા હરહંમેશ આગળ રહ્યું છે. લોકો કોરોના થી ડરે નથી કોરોના સામે લડે,અને કોરોના ની જંગ માં જીતે કોરોના ને હરાવે તે હેતુ થી અબતક મીડિયા દ્વારા ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અભિયાન નો ગઈ કાલ થી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પ્રાણ વાયુની અછત નથી સર્જાય રહી. સરકાર ના પ્રયાસો લોકો ની જાગૃતતા થી ગુજરાત માં થી કોરોના ભગાડીસુ..
કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે પહેલા કોરોના ટેસ્ટીંગમાં વધારો જોવા મળતો ત્યારે હવે ટેસ્ટીંગમાં ઘટાડો થયો છે. કોરોના રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે તે સારી બાબત કહી શકાય તંત્ર દ્વારા 104 ધનવંતરી રથ સહિત અનેક જગ્યાએ ટેસ્ટીંગ બુથ મારફતે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હવે લોકો સામેથી આવી રહ્યા છે. જાગૃતતા ફેલાઈ છે તે મોટી બાબત છે. હાલ વેકસીનેશન ચાલી રહ્યું છે. આજથી 18 વર્ષની ઉંમરના યુવાઓ વેકસીનેશન માટે આવી રહ્યા છે. સારી બાબત છે આવી રીતેતમામ ગાઈડલાઈનનું પાલન કરીશું તો કોરોનાને ચોકકસથી હરાવીશું.