દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે કોરોનાને નાથવા સરકાર, તંત્ર ડોકટર્સ, મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ સહિત સૌ કોઈ પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં સરકાર દ્વારા રાજયમાં કોરોનાની ચેઈન તોડવા કડક નિયમો લાદવામાં આવ્યા છે. તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા અનેક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાને હરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર અતિ ગંભીર હોવાથી હવે લોકો જાગૃત થઈ ગયા છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈન નિયમોનું લોકો પાલન કરતા થયા છે. માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, સેનેટાઈઝ કરવું વગેરેનું સ્વૈચ્છિક રીતે પાલન કરી રહ્યા છે. ત્યારે અબતક દ્વારા ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યુ મુહિમ શરૂ કરવામાં આવી છે. જેનો સમાજ શ્રેષ્ઠીઓ સંસ્થાઓ આગેવાનો આ મુહીમ આગળ ધપાવવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે.
ક્ષત્રીય ખાલી તલવાર ઉપાડવા જ નહીં, જરૂર પડયે બાટલા અને બેડની વ્યવસ્થા કરી શકે
રાજપૂત કરણી સેના-સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કપરા કાળમાં પ્રજાની વ્હારે આવીને તેમની સેવા કરવી એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે. હાલ મહામારીના સમયમાં રાજપૂત કરણી સેવા અનેકવિધ રીતે લોકોને મદદ પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યું છે. પ્રાણવાયુથી માંડીને લોકોને હોસ્પિટલમાં બેડની સગવડતા તેમજ જરૂરિયાતમંદને યથાયોગ્ય મદદ કરીને રાજપૂત કરણી સેવા
પોતાની ફરજ નિભાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી જે રીતે પ્રજાની જાગૃતતાએ કોરોના સંક્રમણ પર વિજય મેળવ્યો હોય તેવી રીતે સંક્રમણની ગતિ પર અંકુશ આવ્યો છે. હોસ્પિટલોમાં લાગતી લાંબી કતારો દૂર થઈ છે અને રિકવરી રેટ પણ વધ્યો છે જેનો શ્રેય ગુજરાતની ખમીરવંતી પ્રજાને જાય છે. આવી જ રીતે સરકાર, સેવાભાવી સંસ્થાઓ- સામાજિક સંગઠનો અને પ્રજા એક થઈને નીર્ધાર કરે કે કોરોના પર કાબૂ મેળવવો છે તો ગુજરાતની પ્રજા માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. ચોક્કસથી કોરોના પર વિજય મેળવીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજપૂત કરણી સેનાના આગેવાનો સતત ખડેપગે છે. કોઈ પણ સમાજનો વ્યક્તિ અમારી પાસે આવે એટલે બનતી કોશિશ કરીને અમે મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
વેક્સિન દેવડાવવામાં યંગ ઈન્ડિયન ગ્રુપ મેદાને: ઋષભ શેઠ
લગભગ 45 દિવસ પહેલા સી એમ શેઠ અને તેમના કાર્યકારતા સાથે સહભાગી બની યંગ ઇન્ડિયન એ રોયલ પાર્ક જૈન ઉપાશ્રય ખાતે વેકસીનેસન ના પ્રથમ કેમ્પનું આયોજન કર્યું હતું શહેરમાં ખાનગી વેક્સિનેશન કેમ સૌપ્રથમ અમારા દ્વારા જ આયોજન કરવામાં આવ્યો હતો ત્યારે આશરે 587 લોકોએ વેકસીન નો લાભ લીધો હતો તે સમયે લોકોમાં જૂજ જાગૃતા જોવા મળી હતી પરંતુ હવે લોકોમાં ખૂબ જાગૃતતા આવી છે આજે અમે સેક્ધડ ડોઝ ના કેમ્પનું આયોજન કર્યું છે રોયલ પાર્ક જૈન ઉપાશ્રય ખાતેજ ખૂબ જ સારી વાત છે કે હવે લોકો
વેક્સિનેશન મૂકવામાં ઉત્સાહ બતાવી રહ્યા છે અબતક દ્વારા હાલ જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અમે પણ આ અભિયાન માં જોડાયા છીએ અને લોકો ને પણ અપીલ કરી છી આપણ જોડવો.
પ્રાણવાયુ ખુટતા કૃત્રિમ પ્રાણવાયુની દોટે લોકોને પરેશાન કરી દીધેલા: હીરેન હાપલીયા
ડ્રિમ ફર્નીચરના માલીક હિરેનભાઇ હાપલીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે ક મારા માતાનુ: કોરોનાની પહેલી લહેરમાં મૃત્યુ થયું હતું. જેથી આ વખતે લોકોના ટપોટપ મૃત્યુઆંક વઘ્યો જેથી અને કયાંક ઓકસીજન કારણ છે તેવું જાણવા મળ્યું જેથી પહેલા નાની 100 સીલીન્ડરનું વિતરણ કર્યુ. તે બોટલ પરત ન આવતા મોટા સીલીન્ડરમાં ડિપોઝીટ લઇને સીલીન્ડર આપીએ છીએ અને રીફીલ કરી આપીએ છીએ. ખાસ ર0 એપ્રીલથી આ રીફીલીંગ સેવા શરુ કરી છે.20 તારીખથી દશ કે બાર દિવસ 400 લોકો રીફીલ કરાવવા આવતા પરંતુ હમણા છેલ્લા સાત કે આઠ દિવસમાં 100 જેટલાં લોકો રીફીલ કરાવવા આવી રહ્યા છે. જેથી હાલમાં ઓકસીજનની માંગમાં 60 થી 70 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત લોકોને વિનામૂલ્યે સીલીન્ડર અપાય છે. ત્યારે દરેક વ્યકિત ગૌશાળામાં દાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત આવતા દિવસમાં લોકોની સેવા માટે તેમના દ્વારા એમ્બ્યુલન્સ સુવિધા પણ શરુ કરવામાં આવશે.
સુથાર સમાજ વાડીમાં આઈસોલેશન સેન્ટર ઉભુ કરી રસીકભાઈ નિ:શુલ્ક સેવા આપીએ:
રસિકભાઈ બદ્રકિયા (ગુર્જર સુથાર જ્ઞાતિ પ્રમુખ)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગુર્જર સુથાર જ્ઞાતિ પ્રમુખ રસિકભાઈ બદ્રકિયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 દિવસથી અમારા સમાજની વાડી ખાતે કોરોના 30 બેડની વ્યવસ્થા કરી છે. આઈસોલેશન સેન્ટર બનાવેલ છે. જેમાં અમારા સમાજના કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં 50થી વધુ લોકોને એડમિટ કર્યા હતા. જેમાંથી 15 સાજા થઈ પોતાના ઘરે પરત
ફર્યા છે અને 3ને રિફર કર્યા છે. જ્ઞાતિજનો માટે અમે નિ:શુલ્ક સેવા આપીએ છીએ. જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસવામાં આવે, દવા આપવામાં આવે, ભોજન, ઉકાળો જરૂરી રહેવાનું સવારના સમયે ફિઝીયોથેરાપીસ્ટ આવે તથા સાંજના સમયે મ્યુઝિકલ પ્રોગ્રામ કરવામાં આવે જેથી તેઓ હળવા થઈ શકે અને કોરોનાને જલ્દીથી માત આપી સ્વસ્થ થઈ પરત ઘરે ફરે.
મહામારીમાંથી મુક્ત થવા હિંમત એ જ હથિયાર: ધારાસભ્ય લલિત કગથરા
ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘અબતક’ દ્વારા ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ મુહીમ શરૂ કરવામાં આવી છે જે ખુબજ જરૂરી છે. જાત અનુભવની વાત કરૂ તો હું પોતે કોરોના પોઝિટિવ દર્દીઓને મળીને આશ્ર્વાસન આપુ છું. આ સમયે મહદઅંશે મૃત્યુ કોરોનાના ડરથી જ થાય છે. દરેક વ્યક્તિ માટે અત્યારે હિંમત એ જ હથિયાર છે. માટે પોઝિટિવ રહેવું જેનાથી આપણે કોરોનાને હરાવી શકીએ ખાસ તો તેવો દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સરકાર હાલમાં ટેસ્ટીંગ કીટ નથી આપી રહી, ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ માત્ર બોલીને કે જાદુઈ છળી ફેરવીને નહીં થાય.
ગ્રામ્ય વિસ્તારો પર વધારે ધ્યાન આપી, જાગૃતતા ફેલાવવાની આવશ્યકતા છે જેથી માત્ર વાતોને બદલે સરકાર એકશનમાં આવે તે પણ ખુબજ જરૂરી છે અને ‘અબતક’ જે રીતે લોકોને હકારાત્મક વિચારો આપે છે જે થી લોકો હાલ હકારાત્મક વલણ અપનાવી રહ્યાં છે.s