હાલ કોરોના સામે ડરી નકારાત્મકની ઊંડછી ખાઇમાં ડુબી જવુંએ કોઇ સમાધાન નથી. લોકો ડરમાંથી બહાર આવે અને ભય છોડી કોવિડ-19 ની આ વૈશ્ર્વિક મહામારી સામે હિંમતભેર લડાઇ આપી નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુસર ‘અબતક’ દ્વારા ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ અભિયાન શરૂ કરાયું છે. જેને સરકાર સ્થાનિક તંત્ર તેમજ સમાજ શ્રેષ્ઠીઓ સમર્થન આપી આ ઝુંબેશમાં જોડાઇ રહ્યા છે. આ અંતર્ગત ઘણા મહાનુભાવો , સમાજ આગેવાનોને ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરી ગુજરાતને સંપૂર્ણ કોરોના મુકત બનાવવા નિયમોનું પાલન અને રસી લેવા અપીલ કરી છે. કોરોના વાયરસની બીજી લહેરએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધમાસાણ મચાવી દીધો છે. કેસ ઝડપભેર વધતા કૃત્રિમ ‘પ્રાણવાયુ’, રેમડેસિવિર ઇન્જેકશન તેમજ બેડ સહીતની સુવિધાઓ માટે લોકો ચોતરફ ભટકી રહ્યા હતા. પરંતુ હવે, વાયરસની બીજી લહેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા બાદ તેનો ગ્રાફ નીચે સરકતા વાયરસનો ધમાસાણ શાંત થયો છે. જેના પગલે રેમડેસિવીરની રામાયણ, કૃત્રિમ પ્રાણવાયુની પડાપડી તેમજ બેડની હાડમારીનો અંત આવ્યો છે.
સૌથી વધુ ગીચતા ધરાવતા રાજકોટના મવડી વિસ્તારે સામાજીક
આગેવાનોની સતકર્તાએ કોરોના સામે ફતેહ મેળવી
રાજકોટ શહેર ભાજપ અગ્રણી, મવડી વેપારી એસોસિએશનના પ્રમુખ અને જ્યોતિ કલબના પ્રમુખ રાજુભાઇ બોરીચાએ કહ્યું હતું કે, લોકડાઉનથી માંડીને હાંસલ સુધીમાં અમારી સામાજિક સંસ્થા અને ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે સતત પ્રજાની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે. લોકડાઉન સમયે પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન તરફ મોકલવાના હોય કે પછી કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવાનું હોય કે પછી વેકસીનેશન કેમ્પ યોજવાનો હોય. બધા જ કાર્યોમાં અગ્રેસર રહેવાનો અમે પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ રાજકીય આગેવાનનું પ્રથમ કર્તવ્ય જનસેવાનું હોય છે જેના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. હાલ સુધીમાં અમારી ઓફિસ ક્યારેય અમે બંધ નથી કરી. હેલ્પ ડેસ્ક માફક સતત ધમધમતી અમારી ઓફિસ ખાતે આવતી પ્રજાને અમે હસતા મુખે પરત મોકલવામાં ક્યારેય અમે પાછીપાની નથી કરી. તેમણે કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં અમે કુલ 3 ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે. અગાઉ દરેક સેન્ટર ખાતે 45%થી 55% સુધી પોઝિટિવિટી રેટ સામે આવી રહ્યો હતો પણ છેલ્લા 10 દિવસથી આ રેટમાં સદંતર ઘટાડો નોંધાયો છે. હાલ આ રેટ 20% સુધી પહોંચી ગયો છે અને આ રેટને શૂન્ય સુધી પહોંચાડવા અમે કમર કસી છે. મવડી વેપારી એસોસિએશને સતત સહયોગ આપ્યો છે. સંક્રમણ વધતાની સાથે જ વેપારી સંગઠને સ્વયંભૂ લોકડાઉનનું પણ પાલન કર્યું છે.
ઔદ્યોગિક વસાહત વચ્ચે રહેલા મેટોડા ગામના લોકોની સતકર્તાએ કોરોનાને ભગાડયો
મેટોડા ગામના સરપંચએ જણાવ્યું હતું કે.. મેટોડા એ ઉદ્યોગિક વસાહત વચ્ચે આવેલું નાનું ગામ છે. અને જેની અજુબાજુ નાના મોટા અનેક ઉદ્યોગો આવેલા છે. હાલ રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે મેટોડામાં કોરોના કેસો પણ આવ્યા હતા. ઉદ્યોગિક વસાહતોની વચ્ચે આવેલ મેટોડામાં કોરોના કેસો આવતા સરપંચ અને ગામના આગેવાનો સાથે મળીને અમેં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેને કારણે કોરોના કેસોમા ઘટાડો આવ્યો હતો. અને આજે નહિવત કહી શકાય એવા 2થી 3જ કેસ મેટોડામાં છે. ગામના લોકો જાગૃત થયા તેને કારણે કોરોના કેસોમાં ઘટાડો આવ્યો સાથે જ ગામના યુવાનો અને 45 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ સ્વૈચ્છિક જાગૃત થઇને વેકસીન લેવા માટે જઈ રહ્યા છે. અને કોરોનાને માત આપી રહ્યા છે.
કોરોના સામે લડવા રસી જ રામબાણ ઇલાજ: સોની સમાજ (રાજકોટ)
રાજ્ય માં છેલ્લા થોડાક દિવસોથી સ્થિતિ ખૂબ સારી જોવા મળી રહી છે લોકો માં વેકસીનેસન ને લય જાગૃતા આવી છે તેમજ હાલ 18 વર્ષ થી ઉપરના ઓ માટે પણ વેકસીનેસન શરૂ કરવામાં આવ્યા છે સરકાર નો આ ખૂબ સારો નિર્ણય છે થોડાક સમય પહેલા સોની સમાજ દ્વારા પણ વેકસીનેસન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1500 જેટલા લોકો એ વેકસીન લીધી હતી જે રીતે વેકસીનેસન ની કામકગીરી શરૂ છે ત્યારે કહીં શકાય કે ખરા અર્થ માં ગુજરાત જાગ્યું છે કોરોના ની સામે લડવા વેકસીનેસન ન જ રામબાણ ઈલાજ છે રાજ્ય માં આવનાર દિવસો માં આપણે જરૂરું આ કોરોના ને માત આપીશું તેમજ અબતક દ્વારા જે મુહિમ શરૂ કરવામાં આવી છે ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અમે પણ તેમાં જોડાયા છીએ અને લોકો ને પણ અપીલ કરી છી આપણ જોડવો.
કોરોનાગ્રસ્તથી અછતપણું રાખ્યા વિના દર્દીની સેવા કરવી જોઇએ
ગુજરાત ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારી ચાલી રહી છે લોકો મુશ્કેલીમાં છે પરંતુ હવે લોકજાગૃતિથી ક્યાંકને ક્યાંક ડર ઘટ્યો છે લોકો સરકારની ગાઇડલાઇનનું પાલન કરતા થયા છે તો આ સમયમાં સરકાર સેવાકીય સંસ્થાઓ દ્વારા ખાસી એવી કામગીરી કરાઇ છે એ બધા ધન્યવાદને પાત્ર છે આપણું કોરોના સામે લડવાનું હથિયાર વેક્સિન છે દરેકે ચોક્કસ વેક્સિન લેવી જોઇએ હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે માનવ માનવથી દૂર ભાગે છે પરંતુ કોરોનાગ્રસ્તથી અછૂતપણું રાખ્યા વિના દર્દી નારાયણની સેવા કરવી જોઈએ અને આજે આપણે કોરોનાને હરાવવા ની જંગ જીતવા તરફ છીએ જેમાં લોકજાગૃતતા રંગ લાવી છે. જે તે વ્યક્તિ કે જે કોરોનાના ભરડામા આવ્યા છે તેઓ જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રભુનાચરણોમાં પ્રાર્થના તેમ હરેશદાન ગઢવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
દર્દીની સાથે તેમના સગા-સંબંધી માટે પણ વ્યવસ્થાથી સજજ ગરૈયા હોસ્પિટલ: વનરાજ ગરૈયા (ચેરમેન)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાનની જી.ગરૈયા કોલેજના ચેરમેન વનરાજભાઇ ગરૈયાએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં 85 બેડ છે જેમાં 30 ઓકિસજનવાળા તથા પપ સાદા બેડ છે. પ્રથમ લહેરમાં અમે હોસ્પિટલ કલેકટરને સોંપી હતી. બીજી લહેરમાં ડોકટરે અમને અમારા સ્ટાફ સાથે હોસ્પિટલ શરુ કરવા જણાવ્યુઁ તેથી શરુ કરેલ. અમારી હોસ્પિટલમાં અમે દર્દીઓની સાથે તેમના પરિવારના સભ્ય સગાસંબંધીમાંથી એક વ્યકિતને સાથે લાવવા દઇએ છીએ, જેથી દર્દીઓને એકલવાયું ન લાગે અને પરિવારના સભ્યને સામે જોવે તો દર્દીને આશ્ર્વાસન મળે અમે અહિયા સવારમાં દર્દીઓને યોગાસન કરાવીએ, ઉકાળા નાસ્તો જમવાનું જયુસ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ. દર્દીઓ પોતાના સગા સંબંધી સાથે દુરથી વાતચીત કરે તેથી તેમને ઘર જેવું લાગે અત્યાર સુધીમાં 300 થી વધુ લોકો સાથા થઇ પરત ફર્યા છે. હવે અમારે ત્યાં દર્દીની સંખ્યામાં ઘણો ઘટાડો થયો તે ખુબ જ સારી બાબત છે અને હજુ ઘ્યાન સાવચેતી રાખી કોરોનાને કરાવીશું.
કોરોના મુકત થયા બાદ રકતદાન કરવામાં પણ લોકોની જાગૃકતા: રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ
હાલ ના કપરા સમય માં લોકો ને બ્લડ ની જરૂરિયાત ખૂબ રહે છે ત્યારે થેલેસેમિયા ગ્રસ્થ બાળકો અને બ્લડની જરૂરિયાત વાળા દર્દીઓ માટે બ્લડ ની જરૂરિયાત પૂરી પાડવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક બેડીપરા ઝોન અને રાષ્ટ્રીય સ્વયંક સેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ઉપક્રમે અમે સાથે મળી ને ભૂસણ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું છે આ રક્તદાન માં જે લોકો ના 28 દિવસ પૂર્ણ થયા હોય કોરોના નેગેટિવ આવ્યા હોય તેઓ પણ રકત દાન કરી શકે છે લોકોમાં ખૂબ જાગૃતા આ કેમ્પ માં જોવા મળી છે તેમજ પ્લાઝમા ડોનેશન માટે ની પણ આ કેમ્પમાં વ્યવસ્થા ગોઠવામાં આવી છે લોકો એ ખૂબ સારી રીતે આ કેમ્પ માં રક્તદાન કર્યું અને ઘણા લોકો માટે મદદ રૂપ બન્યા હતા તેમજ આ જાગૃતા થી હવે ખરા અર્થમાં ગુજરાત જાગ્યું અને કોરોના ભાગ્યું છે અને અબતક દ્વારા આ મુહિમ શરૂ કરવામાં આવી છે અમે પણ આમાં જોડાયેલા છી અને લોકો પણ જોડાય એવી આમરી બધા ને નર્મ અપીલ છે.