Gujarat માં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 26મી અને 27મી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન  હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે.

રાજ્યમાં સિઝનનો 125 % વરસાદ નોંધાયો

rain 1

ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 43.52 ઈંચ સાથે સરેરાશ 125.21 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમજ 125 તાલુકામાં 40 ઈંચથી વધુ, 107 તાલુકામાં 20થી 40 ઈંચ અને 19 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે હવે આગામી અઠવાડિયાના અંતે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઈ છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 26 સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ 20મી સપ્ટેમ્બરે અમદાવાદમાં 35.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થયો હતો. આ સાથે ગત રાત્રિએ સરેરાશ લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

rain

ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે. તેમજ રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર  હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તેમજ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ  વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. તેમા 25 અને 26 સપ્ટેમ્બર એમ 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે. આ દરમિયાન રાજ્યમાં સૂર્ય પ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તેમજ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સાથે ભૂજ,ડીસા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કર્યો છે.

વરસાદના વિરામથી રાજ્યના ઓવરફ્લો  થયેલા જળાશયોની સંખ્યા ઘટી છે. તેમજ 207 પૈકી રાજ્યના 110 જળાશયો છલોછલ છે. આ સાથે કચ્છ-સૌરાષ્ટ્રના 90, દક્ષિણ અને મધ્ય ગુજરાતના 18 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તેમજ ઉત્તર ગુજરાતના 2 જળાશયો ઓવરફ્લો છે.

206 પૈકી રાજ્યના 172 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે, તો  90 %થી વધુ ભરાયેલા 153 ડેમ હાઈએલર્ટ, 80થી 90% ભરાયેલા 11 ડેમ એલર્ટ,  70થી 80 % ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.