દેશમાં કેટલાક મહિનાઓમાં મુડી રોકાણનો પાંચમો ભાગ ગુજરતામાં આવ્યો
દેશના જીડીપીમાં ગુજરાતું યોગદાન 8 ટકા અને ઔદ્યોગિક આઉટ પુટમા 18 ટકા યોગદાન
ઔદ્યોગિક વિકાસ નિગમ અત્યારે 224 જેટી વસાહતોનાં હજારો એકમોમાં લાખો લોકોને રોજગારી પુરી પાડી રહ્યું છે
આપણે ગુજરાતી લોકો મૂળભૂત રૂપે વેપારી પ્રજા કહેવાઈએ છીએ. વેપાર વણોજ એ આપણા લોહીમાં રહેલા છે. આપણો ઈતિહાસ જોઈએ તો ખ્યાલ આવશે કે ગુજરાતના બંદરો પ્રાચીન ભારતના ધમધમતા વેપારી કેન્દ્રો હતાં. લોથલના ઇતિહાસથી આપણે સહુ જાણકાર છીએ કે લોથલ ભારતનું એક મહત્વનું વેપારી કેન્દ્ર હતું. એ જ રીતે ધોલેરા બંદરેથી પણ ઘણો વેપાર થતો હતો. ગુજરાતના મહાજનોએ અમદાવાદને દેશના માન્ચેસ્ટર તરીકેની ઓળખ અપાવી હતી. સમયાંતરે ગુજરાતમાં મોટા ઉદ્યોગ વેપાર શરૂ થયાં પરંતુ વડોદરાથી વાપી સુધીમાં જ આ ઔદ્યોગીક વિકાસ સિમિત રહ્યો. ગુજરાતના અન્ય ભાગોમાં વેપાર ઉદ્યોગનો જોઇએ તેટલો વિકાસ થયો ન હતો.
આદણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સામર્થ્યના જાણકાર હતાં. તેમને વિશ્વાસ હતો કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગો માટે મોટો અવકાશ છે. તેમણે વાયબ્રંટ સમિટના આયોજનથી ગુજરાતની ક્ષમતા વિશ્વ સમક્ષ મૂકી. ઉદ્યોગોના પ્રશ્નોના નિવારણ માટે રાજ્યમાં સિંગલ વિન્ડો પ્રણાલી અમલી બનાવી ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. આજે ગુજરાતમાં ઔદ્યોગીક નીતિ 2020 અમલી બની છે.
ગુજરાતમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ચીંધ્યા માર્ગ પર ચાલીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આવેલા મૂડી રોકાણનો પાંચમો ભાગ ગુજરાતમાં આવ્યો છે, તાજેતરમાં જાહેર થયેલા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કીંગમાં ગુજરાતને ટોપ અચીવર સ્ટેટમાં સ્થાન મળ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ દ્વારા સૂચવાયેલા 301 રિફોર્મ્સનું 100 ટકા પાલન કરનારા બે રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. IEM (ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર મેમોરેન્ડમ) 2021 પ્રમાણે ડોમેસ્ટીક ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાતે 1.05 લાખ કરોડનું મૂડી રોકાણ મેળવીને દેશમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતને એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્ષ 2020 અને 2021 પ્રથમ ક્રમ મેળવ્યો છે. LEADS (Logistics Ease across Different States) ઇન્ડેક્ષમાં વર્ષ 2018, 2019 અને 2021 એમ ત્રણ વર્ષ સુધી ગુજરાત સતત અગ્રીમ ક્રમે રહ્યું છે.
ગુજરાત દેશનો 6 ટકા ભૌગોલિક હિસ્સો ધરાવે છે, પરંતુ દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8 ટકા અને ઔદ્યોગીક આઉટપુટમાં 18 ટકા યોગદાન છે. દેશના મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રની એવરેજ 18 ટકા છે. જેની સામે ગુજરાતનો જીડીપીમાં 38 ટકા જેટલો હિસ્સો મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનો છે. સાથે જ ગ્લોબલ ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓએ ગુજરાતમાં પોતાનો વ્યવસાય અને કારોબાર શરૂ કર્યાં છે.MSME (મીનીસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટર્પ્રાઈઝ)એ અર્થતંત્રની કરોડરજ્જૂ ગણાય છે. MSMEનો રાજ્યમાં રોજગારી સર્જનની દિશામાં ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. જ્યારે રાજ્યમાં 35 લાખ કરતા વધુ MSME કાર્યરત છે, જે કોસ્ટ ઇફેક્ટીવ પ્રોડક્શન દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈ આપી રહ્યા છેં. રાજ્ય સરકારે વેપાર-વ્યવસાય કરનારાઓને નિયમોનું ઓછામાં ઓછુ ભારણ રહે તેવો અભિગમ અપનાવ્યો છે, ગુજરાત સરકારે રાજ્યની MSMEને પ્રોત્સાહન આપવા માટે પહેલા પ્રોડક્શન અને પછી પરમિશનની નીતિ અપનાવી છે. આ નીતિ અન્વયે MSME ત્રણ વર્ષ સુધી રાજ્ય સરકારની જરૂરી પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જીઆઇડીસી વિસ્તારમાં સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા 50 અને 100 ચો.મી.ના મલ્ટીલેવલ શેડ બનાવી પ્લગ એન્ડ પ્લે દ્વારા ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ આપ્યું છે. ઔદ્યોગિક વિકાસની નેમ સાથે સ્થપાયેલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અત્યારે અંદાજે 224 જેટલી વસાહતોના હજારો એકમોમા લાખો લોકોને રોજગારી પૂરી પડી રહી છે. આધુનિક સુવિધાઓ જેવી કે, અદ્યતન રસ્તાઓ, સતત વીજપુરવઠો, ઉત્તમ ડ્રેનેજ સુવિધા, બીજનેશ સપોર્ટ સર્વીસીઝ માટે અલાયદા પ્લોટો વગેરે વિવિધ જીઆઈડીસીને આગવી ઓળખ આપી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ઉદ્યોગોને અપાતા પ્લોટની ફાળવણી નિગમે ઓનલાઈન ડ્રો ના માધ્યમથી પ્લોટોની ફાળવણી કરી પારદર્શક વહીવટનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત રાજ્યમાં ઉદ્યોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર દેશમાં ગુજરાતમાં ઉત્તમ છે, જે ગુજરાતમાં ઉદ્યોગો માટે એક મોટું આકર્ષણ છે. રાજ્યમાં અંદાજિત 7,744 કિલોમીટરના નેશનલ હાઈવે અને 17,201 કિલોમીટરના સ્ટેટ હાઈવેનું રોડ નેટવર્ક છે, જે સમગ્ર રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે, રાજ્યમાં અંદાજીત 8,000 કિલોમીટરનું રેલ નેટવર્ક છે, રાજ્યમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં 10 ઈંઈઉત (ઇન લેન્ડ ક્ધટેનર ડેપો) અને 10 એરફ્રેટ ટર્મિનલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, 48 બંદરો અને1600 કીમીથી પણ વધુ લાંબો દરિયાકિનારો નિકાસ-લક્ષી એકમો માટે ઉત્તમ લોજિસ્ટિક લાભ પૂરો પાડે છે. સાથે જ ગુજરાતમાં ઉદ્યોગો માટે જરૂરી ગુણવત્તા યુક્ત વીજ પુરવઠો મળી રહે છે. ગુજરાત એ પાવર સરપ્લસ ધરાવતું રાજ્ય છે. ગુજરાત અંદાજે 40,000 મેગાવોટથી વધુની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે, જે ઉદ્યોગોને 24 ડ્ઢ 7 વીજ પુરવઠો પૂરો પાડે છે. રાજ્યના કુલ વીજ પુરવઠાનો 40% ફાળો રિન્યુએબલ (પુન:પ્રાપ્ય) સ્ત્રોતોમાંથી આવે છે અને તે સ્વચ્છ અને હરિત ઔદ્ય ોગિકીકરણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને પાંચ ટ્રીલિયન ડોલરના અર્થતંત્ર બનાવવા માટે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડીયા-મેક ફોર વર્લ્ડના મંત્રો આપ્યા છે. આ સંકલ્પનાને સાકાર કરવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણના લક્ષ્યને લઇ રાજ્યના ઔદ્યોગિક વિકાસને એક નવી ઉંચાઈ તરફ લઈ જઈ રહ્યાં છે.