રૂ.૫૯૧ લાખના ખર્ચે બનનાર કલાણાના ૬૬ કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું: ૯ ગામના લોકોને મળશે પૂરતા દબાણથી વિજળી

ગુજરાત એનજી ટર્રાન્સમિશન કોર્પોરેશન લિમીટેડ દ્વારા ધોરાજી તાલુકાના કલાણા સબસ્ટેશનની ભૂમિપૂજન વિધિ રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ. ૫૯૧ લાખના ખર્ચે બનનાર સબસ્ટેશની કલાણા, છત્રાસા, નાગલાખડા, ચિચોડ, ધાધીદાળિયા, નાની મારડ, હડમતીયા તેમજવડોદર ગામનાલોકોને પૂરતા વીજ દબાણીવીજળી મળી શકશે.

સબસ્ટેશનના ભૂમિપૂજન પ્રસંગે મંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે,૬૬ કેવી  સબસ્ટેશન બનવાી વારંવાર વીજળી ચાલી જવા સહીત સમસ્યાનો અંત આવશે. આ વિસ્તારની સમસ્યાને ધ્યાને લઈને રાજ્યસરકાર દ્વારા ૬૬ કેવી સબસ્ટેશનને મંજુરી અપાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સો રાજ્ય સરકારની ટીમ પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા સો કામ કારી રહી છે. ગ્રામીણ, ઉદ્યોગો, શહેરોને વિજળી આપવા દરવર્ષે ૧૦૦ નવા સબસ્ટશનો રાજય સરકાર દ્વારા બનાવવામાં આવી રહયા છે. લોકોને ગુણવત્તાયુકત વીજળી મળી રહે તે માટે  રાજય સરકાર સતત  પ્રયાસ કરી રહી છે.

રાજય સરકાર દ્વારા પ્રજાને મુંઝવતા અનેક પ્રશ્નોનું નિરાકરણ કરાઇ રહયું  છે. ગોમગામ રસ્તા, શાળાના ઓરડા, શૌચાલય, નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને મળતું યું  છે. છેક દ્વારકા, પોરબંદરસુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. રાજય સરકાર દ્વારા ખેડૂતોને વધુમાં વધુ વિજ કનેકશનો આપવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ વિજ ઉત્પાદન વિજસોર્સી મેળવી ગુજરાત એ દેશનું સૌી વધુ વીજ ઉત્પાદન મેળવતુ રાજય બન્યાનું અંતમાં મંત્રી ચીમનભાઈએ ગૌરવ સો જણાવ્યું હતું.

ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડિયાએ કલાણામાં નારા ૬૬ કે.વી. સબસ્ટેશની નારા ફાયદાઓ વિશેની જાણકારી આપી કહ્યું હતું કે ગામોમાં પૂરતાં પ્રમાણમાં વીજળી મળી રહે તે માટેનું કામ ગામમાં નાર છે. જેનાી ગ્રામજનો, ખેડૂતોઅને ઉદ્યોગોને પુરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન ભીમજીભાઈ હિરાણીએ, પ્રાસંગિક પ્રવચન એડિશનલ ચીફએન્જીનીયરશ્રી વાસજાળિયાએ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.