ગુજરાત-સૌરાષ્ટ્ર આગામી ૭૨ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લાં અઠવાડિયાથી સમગ્ર ગુજરાત જળતરબોળ થયું છે ત્યારે હવે ગુજરાતમાં બે પ્રકારની વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે જે દરમિયાન કચ્છ ઉપર લો પ્રેસર સર્જાયુ છે ત્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશ પર પણ લો પ્રેસર સર્જાયું છે તો દક્ષિણ રાજસ્થાનથી લઇ બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી ફેલાયેલી હોવાથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત પર અતિભારે વરસાદ વરસે જેનાથી લીલા દુકાળની તલવાર ગુજરાતના માથે લટકતી દર્શાય છે. હજુ છેલ્લા ભારે વરસાદના પાણી ઓસાયો નથી ત્યાં આવા અતિભારે વરસાદનાં એધાણ દર્શાઇ રહ્યા છે તેવા સમયે આગામી ૭૨ કલાક દરમિયાન વરસાદ બાબતે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.