શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરતા મુખ્યમંત્રી: સોમનાથ મહાદેવના દર્શન બાદ વીઝીટર બૂકમાં નોંધ કરી
શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે. શિવાલયોમાં શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાને રીઝવવા વિવિધ પ્રકારના અભિષેક પૂજન, અર્ચન અને મહામૃત્યુંતય જાપનું આયોજન કરવામાં આવશે. ભગવાન શિવની આરાધના માટે સોમવારનો દિવસ સૌથી ખાસ માનવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સૌરાષ્ટ્ર સહિત રાજકોટના તમામ શિવાલયો શિવમય ઈ જશે. વિવિધ મહાદેવના મંદિરમાં ધારેશ્ર્વર, નિલકંઠ, પંચના, કાશી વિશ્ર્વના મહાદેવ સહિતના શિવાલયોમાં પૂજન-અર્ચન થશે. મહત્વનું છે કે આજે વહેલી સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે પ્રમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજન-અર્ચન કર્યું હતું ત્યારબાદ તેઓએ વીઝીટર બૂકમાં નોંધમાં જણાવ્યું હતું કે, સોમનાથ દાદાની કૃપાથી ગુજરાત સલામત અને સમુદ્ધ છે.
આજે પ્રભાસક્ષેત્ર ભાવિકોની સતત અવર જવરી ધમધમી રહ્યું છે. આજે હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટશે. મંદિર સવારે ૪ થી રાત્રે ૧૧ સુધી સળંગ દર્શર્નાીઓ માટે ખુલ્લુ રહેશે. સોમના દાદાને આજે રારોહણ શૃંગાર થશે. આ ઉપરાંત દાદાની પાલખીયાત્રા, ધ્વજારોહણ, સવાલક્ષ બિલ્વપૂજા સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પ્રાંત: મહાપૂજા ૬:૧૫ થી ૭ કલાક સુધી, પ્રાંત આરતી સવારે ૭ કલાકે થઈ જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્તિ રહી સોમના દાદાના આશિર્વાદ લીધા. ત્યારબાદ નૂતન ધ્વજા રોહણ સવારે ૮ કલાકે મહામૃત્યુંજય યજ્ઞ સવારે ૮:૩૦ કલાકે પાલખીયાત્રા સવારે ૯:૧૫ કલાકે મધ્યાહન મહાપૂજન ત્યાર બાદ ૧૨ કલાકે મધ્યાન આરતી જ્યારે સાંજે ૫ થી ૯ રારોહણ શૃંગાર દર્શન, ૬:૩૦ થી ૮ દીપમાળા સોય આરતી, સાંજે ૭ કલાકે મંદિર રાત્રે ૧૧ વાગ્યે બંધ થશે.
મહત્વનું છે કે, સોમવારની પૂર્વ સંધ્યાએ શિવ ભક્તો યાત્રિકો આવી પહોંચ્યા હતા અને સોમના ટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસો ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ ગયા હતા. વેરાવળ-સુત્રાપાડા અને રાજકોટમાં પણ વિવિધ શિવ મંદિરોમાં અનેક પૂજા વિધિ કરવામાં આવશે. ત્રીજો સોમવાર હોવાી ગીર-સોમનાથ જૂનાગઢ જિલ્લામાંથી શિવભક્તો પગપાળા સોમનાથ દાદાના દર્શને આવતા હોય છે અને મોટી સંખ્યામાં દાદાના દરબારમાં ઉમટશે.