‘એકસપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડકેસ-૨૦૨૦’માં ગુજરાતે પ્રથમ ક્રમ હાંસલ કરવા બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા પ્રદેશ ભાજપ પ્રમુખ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ‘નીતિ આયોગ’ દ્વારા આજરોજ જાહેર કરાયેલા ‘એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ-૨૦૨૦’માં ગુજરાતની રાજ્યની ભાજપા સરકારની નિર્ણાયક કાર્યપ્રણાલીના ફળસ્વરૂપ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સર્વાંગી વિકાસના પથ પર અગ્રેસર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વી આજે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ ક્ષેત્રે વિવિધ નીતિગત નિર્ણયો લેવાઈ રહ્યા છે અને તેના સકારાત્મક પરિણામ પણ દેખાઈ રહ્યા છે.આજની આ જાહેરાતી ગુજરાતની સિધ્ધિઓમાં એક નવો ઉમેરો થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસનકો, ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કાયદાકીય પગલાં લેવા આજરોજ રાજ્યની કેબિનેટ દ્વારા ’ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબિશન) એકટ-૨૦૨૦’ને મંજૂરી આપવાના કરેલ ઐતિહાસિક નિર્ણયને હું આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત સમગ્ર કેબિનેટને અભિનંદન પાઠવું છું.