“ગુજરાત જ મારું સર્વસ્વ છે, ગુજરાતે અમને બધુ જ આપ્યું છે અમે પાછા આવીશું જ…”

હાલમાં કોરોનાની મહામારી વચ્ચે અમુક મજદૂરો એવા પણ છે કે તેમને પોતાના વતનમાં જવું તે એક મજબૂરી છે અને તેઓ હજુપણ પોતાને અહીની કર્મભૂમિથી અલગ કરતાં પહેલા પોતાના હદર્યને કંપાવી નાખે તેવી પરિસ્થિતી છે. એક બાજુ જીવ બચાવવાં માટે ધરે જવું જરૂરી છે પરતું ત્યાં જઈને શું કરવું અને ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો વિકટ પ્રશ્ન છે.

મૂળ રાયબરેલીના વતની ક્રિષ્ના દેવી અને તેના પતિએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન માં જતાં પહેલા અમદાવાદમાં રેલ્વે સ્ટેશનમાં ધરતીને વંદન કર્યું હતું અને પછી પાછાં આવવાંની પ્રતિજ્ઞા કરી હતી.

આની નોધ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ લીધી હતી અને ટ્વિટ કર્યું હતું.

“અમારી કર્મભૂમિને વંદન કરીને અમદાવાદમાં રહીને ગુજરાન ચલાવતા હતા”

આવા કર્મવીરોને ગુજરાતની ધરતી હમેશા આવકારતી રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.