મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નિકાસ મામલે ભારતના રાજ્યોમાં ટોચના સ્થાને છે ગુજરાત.
સમગ્ર વિશ્વમાં ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોની માંગ વધી રહી છે.
ગુજરાતએ ભારતનું વિકાસ એન્જિન છે તે વાતની સાબિતી આપી રહી છે ગુજરાતની વિકાસની રફતાર ગુજરાતની ભોગોલિક પરિસ્થિતી અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતની નિકાસમાં પણ સતત વધારો થાય છે.
ભારતની કુલ નિકાસના ૩૦ માત્ર ગુજરાત એકલું કરે છે એટલે કે ગુજરાત આખા ભારતનું ત્રીજા ભાગનું નિકાસ કરે છે.
દેશની આર્થિક હબ તરીકે ગુજરાતની રફતાર દિવસેને દિવસે વધતી જ જાય છે, સાથે જ ગુજરાતએ પેટ્રોલિયમ હબ તરીકે પણ વિકાસ પામી રહ્યું છે ગુજરાતને ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે જે અને ગુજરાતના કિનારે ૧ મહાબંદર ૧૧ મધ્યમ તથા ૩૦ નાના બંદરો આવેલા છે જે ગુજરાતને પેટ્રોલિયમની હેરફેર માટે વધારે અનુકૂળ બનાવે છે.
દેશની કુલ પેટ્રોલિયમ પેદાશની નિકાશમાં ગુજરાતનું યોગદાન ૮૦%
વિશ્વમાં સૌથી વધુ પ્રોસેસડ ડાયમન્ડની નિકાસ ગુજરાતમાથી થાય છે. ગુજરાતમાં હાલમાં ૩૦૦૦૦/- કરતાં પણ એક્સપોર્ટ યુનિટ કાર્યરત છે, LEADS થતાં EPIમાં ગુજરાત ટોચના ક્રમે, ૪૨ પોર્ટ્સ તથા ૧૮ ડોમેસ્ટિ અને ૧ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે સુઢ્રધ કનેકટીવિટી.
રાજયમાં ૨૦ કાર્યરત SEZથી મળી રહ્યો વેગ
ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોની માંગ વધી રહી છે સમગ્ર વિશ્વમાં… મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નિકાસ મામલે ભારતના રાજ્યોમાં ટોચના સ્થાને છે ગુજરાત.#VGGS2022 pic.twitter.com/h8if5A0ZCo
— CMO Gujarat (@CMOGuj) December 20, 2021