રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર તથા એપ્રેન્ટીસ શીપ ભરતી મેળો કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સને યોજાયો
ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ-નિયામક, રોજગાર અને તાલીમ-ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતી મેળો જિલ્લા વહિવટી તંત્ર, મદદનીશ નિયામક રોજગાર કચેરી, રાજકોટ આઈ.ટી.આઈ રાજકોટ, યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષ સ્થાને આઈ.ટી.આઈ-રાજકોટ રાજકોટ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત રોજગારીની વિપુલ તકો ઉભી કરવામાં અગ્રેસર રહ્યું છે. આઈ.ટી.આઈ અને રોજગાર વિભાગની મદદથી રાજ્ય સરકાર કુશળ કર્મચારી અને ઈન્ડસ્ટીઝની વચ્ચેનો સેતુ બનાવી રહી છે. સરકારનો ઉદેશ્ય છે કે એક જ જગ્યાએ અનેક લોકોને નોકરી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો છે જેથી નોકરીવાંચ્છુંઓનો સમય અને નાણાનો બચાવ કરી શકાય.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ રાણાવાસીયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું તેમજ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. જિલ્લા કક્ષાના રોજગાર મેળામાં સૌરાષ્ટ્રની કુલ ૬૬ જેટલી કંપનીઓ તથા એપ્રેન્ટીસશીપ ભરતી મેળામાં કુલ ૨૫ જેટલી કંપનીઓ ઉપસ્થિત રહી હતી. તેમજ અંદાજિત ૫૨૦૦ જેટલા કોલ લેટર ઈસ્યું કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત વિવિધ કંપનીઓમાં એપ્રેન્ટીસશીપ મેળવનાર ઉમેદવારોને મંત્રી રાદડીયા તથા મહાનુભાવોના હસ્તે નિમણુકપત્રો એનાયત કરાયા હતા.
આ તકે મહેમાનોનું શાબ્દિક સ્વાગત આઈ.ટી.આઈના પ્રિન્સીપાલ નિપુણભાઈ રાવલે કર્યું હતું તથા આભારવિધી મદદનીશ નિયામક રોજગાર ચેતનાબેન મારડીયાએ કરી હતી.
આ જિલ્લા કક્ષાનો રોજગાર તથા એપ્રેન્ટીસ ભરતી મેળાના શુભારંભ પ્રસંગે અગ્રણી રૂપાબેન શીલુ, મહિલા આઈ.ટી.આઈના પ્રિન્સીપાલ રાજેષભાઈ ત્રિવેદી, તથા વિવીધ ટ્રેડના ઈન્સપેક્ટરો, વિવિધ કંપનીઓના મેનેજરો-કર્મચારીઓ તથા ઉમેદવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૨૫ કંપનીઓ એપ્રેન્ટીસ ભરતી માટે આવી: નીપુલ રાવલ
આઈટીઆઈ પ્રિન્સીપાલ નીપુલ રાવલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીસ્ટીક કક્ષાનો ભરતી મેળો યોજવામાં આવ્યો છે. જેમાં ૬૦થી વધારે નોકરી માટે તા ૨૫ કંપનીઓ એપ્રેન્ટીસ માટે હાજર રહેલી છે. ૫૦૦૦થી વધારે નોકરી વાંછુકોને કોલ લેટર મોકલેલા છે. મોટા બેનરની કંપની જયોતી સીએનસી ર્તી એગ્રો, બાલાજી વેફર્સ, સુઝુકી મોટર્સ વગેરે હાજર રહ્યાં છે તે ઈન્ટરવ્યુ કરશે તેમાંથી પસંદગી કરશે જેમાં સુઝુકી સહિત ઘણી કંપનીના લેખીત ઈન્ટરવ્યું ચાલુ છે.